મુખપૃષ્ઠ > મનોરંજન > ગુજરાતી સિનેમા > સમાચાર/ગપસપ > મિત્રતા હોય તો આવી
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મિત્રતા હોય તો આવી

P.R
મુંબઈ જેવા મહાનગરમાં જ્યા દરેકને પોતાનો જ સ્વાર્થ દેખાય છે, સાચા મિત્રો મળવા ખૂબ જ મુશ્કેલ છે,પરંતુ સ્ટાર પ્લસ પર રજૂ થનારી સીરિયલ 'બિદાઈ'ની સારા ખાન(સાધના) અને પારુલ ચૌહાણ(રાગિણી)બંને આ માટે નસીબદાર છે. આજકાલ બંનેની મિત્રતાની મિસાલ અપાઈ રહી છે.

સેટ પર બંનેની કેમેસ્ટ્રી જેટલી કમાલની છે, પર્સનલ જીંદગીમાં તેમનો સંગાથ પણ એટલો જ પાકો જોવા મળે છે. રમઝાન મહિનામાં સારાના રોજા ચાલી રહ્યા છે. તે દિવસે કશું જ ખાતી નથી. બીજી તરફ પારુલ પોતાનુ ભોજન સાથે તો લાવે છે પણ તે સાંજ થવાની રાહ જુએ છે, જેથી બંને બહેનપણીઓ સાથે જમી શકે.

એ પણ કોમ

બંનેમાં ઘણી સમાનતા છે. શૂટિંગના દરમિયાન એક બહેનપણી ચક્કર ખાઈને પડી ગઈ તો બીજી પણ પાછળ ન રહી. વાત એમ હતી કે આગ્રામાં શૂટિંગ દરમિયાન વધુ કામને કારણે પારૂલ ચક્કર ખાઈને પડી ગઈ હતી. તાજેતરમાં સાધના સાથે પણ એવુ જ બન્યુ.

રમજાન દરમિયાન ભૂખે રહેવાથી સારાના રક્તકણો ઓછા થઈ ગયા હતા. પારૂલની જેમ તેની પણ હાલત એટલી ખરાબ થઈ ગઈ કે હોસ્પિટલમાં દાખલ કરવી પડી.

આમ છતા, આવી ઘટનાઓ સીરિયલની સફળતાને આડે નથી આવી રહી. એવુ જાણવા મળ્યુ છે કે શો ટેલીવિઝનના ઈતિહાસમાં એક નવો રેકોર્ડ કાયમ કરવા જઈ રહ્યો છે.
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
'નચ બલિયે - 4' નુ સંચાલન કોણ કરશે ?
શિવાનીનુ લુક બન્યુ મુસીબત
શ્વેતા તિવારી ફરી સ્ટાર પ્લસ પર
'કહાની ઘર-ઘર કી' બંધ થશે !
સ્લો સોંગ પર હાઈ હિલ્સ સાથે ડાંસ
સીઆઈડીએ 11 વર્ષ પૂરા કર્યા