ઈ.સ. 1972માં 'કોશિશ'ફિલ્મથી તેમની અને ગુલઝારની ફિલ્મી જુગલબંદીની શરૂઆત થઈ, જે પાછળથી પાકી દોસ્તીમાં ફેરવાઈ ગઈ. 'કોશિશ'માં તેમણે એક ગૂંગા-બહેરા વ્યક્તિની ભૂમિકાને જીવંત કરતા રાષ્ટ્રીય પુરસ્કાર મેળવ્યો. સંજીવ કુમારે પોતાના શાનદાર અભિનયથી એ સાબિત કરી બતાવ્યુ કે અભિનય શબ્દો પર આધારિત નથી હોતો. તેમણે આંખ અને ચહેરાના અભિનયને કેન્દ્ર બિન્દુ બનાવ્યા. તેમના ભાવ પ્રગટ કરવાની કલા એવી ગજબની હતી કે બીજા અભિનેતા કદાચ લાંબા લાંબા સંવાદો બોલીને પણ ન કરી શકે.
કોશિશ,પરિચય, મોસમ, આંધી, નમકીન અને અંગૂર જેવી ફિલ્મો એ અણમોલ હીરા છે જે આ બંનેના તાલમેલથી ફિલ્મી દુનિયાને મળ્યા છે. જો કે ગુલઝારની ઈચ્છા હતી કે તેઓ સંજીવ કુમારને લઈને મિર્જા ગાલિબ પર એક ફિલ્મ બનાવે પરંતુ સંજીવ કુમારનુ અસમયે થયેલા મોતને કારણે તેવો આવુ ન કરી શક્યા.
સંજીવ કુમાર તે પસંદગીના અભિનેતાઓમાંથી કે હતા જેમણે પોતાની ભૂમિકાને બાકી બધા કામોથી વધુ મહત્વપૂર્ણ સમજી. તેમના અભિનયનો વ્યાપક અંદાજ આના પરથી લગાવી શકાય કે તેમણે લગભગ એક સાથે બની રહેલી ફિલ્મોમાં જયા ભાદુડીના પિતા, સસરા અને પ્રેમીને ભૂમિકાઓ ભજવી.
સંજીવ કુમારે કદી કોઈ ભૂમિકાને નકારી નથી અને હંમેશા દરેક રોલને અનોખી વિશ્વસનીયતા સાથે નિભાવ્યો છે. પછી ભલે તે કોશિશ ફિલ્મના ગૂંગા બહેરાની ભૂમિકાનો હોય કે અંગૂરનો કોમિક ડબલ રોલ, શોલેનો લાચાર ઠાકુર, કે આઁધીનો મહત્વાકાંક્ષી પત્નીનો લો પ્રોફાઈલ પતિ. હિન્દી સિનેમામાં પહેલીવાર સંજીવ કુમારે એક જ ફિલ્મ 'નયા દિન નઈ રાત' માં નવ રસથી પરિભાષિત કરતી નવ ભૂમિકાઓ નિભાવી હતી.
પડદાં પર પોતાની દરેક ભૂમિકાને પૂરો ન્યાય આપીને નિભાવનારા આ મહાન કલાકારનુ વ્યક્તિગત જીવન અધુરુ જ રહી ગયુ. કહેવાય છે કે ફિલ્મ અભિનેત્રી હેમા માલિની દ્વારા લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવ્યા પછી તેઓ કદી બીજીવાર કોઈને પ્રેમ ન કરી શક્યા.
સંજીવકુમારને એ વાતનો પાકો વિશ્વાસ હતો કે તેઓ લાંબુ જીવન નહી જીવી શકે, કારણકે તેમના પરિવારમાં છેલ્લી ઘણી પેઢીઓમાં કોઈ પુરૂષ સભ્ય 50 વર્ષની વય પાર નથી કરી શક્યુ. અને ખરેખર, પોતાની અનેક ફિલ્મોમાં પ્રોઢ વ્યક્તિની ભૂમિકા ભજવનારા સંજીવ કુમાર 6 નવેમ્બર, 1985ના રોજ માત્ર 47 વર્ષની અવસ્થામાં આ ફાની દુનિયાને છેલ્લી સલામ કરી ગયા.
હિન્દી સિનેમા જગતે વાસ્તવમાં આ કલાકારની ક્ષમતાઓનો ભરપૂર ઉપયોગ નહી કર્યો. સંજીવ કુમારના અસમય મોતને કારણે આપણે ઘણી મજબૂત ભૂમિકાઓનો પરિચય કરવાથી વંચિત રહી ગયા. |