મુખપૃષ્ઠ > મનોરંજન > પર્યટન > ગુજરાત દર્શન > માતા આશાપુરા
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
માતા આશાપુરા

N.D
કચ્છમાં ભુજથી માત્ર 90 કિમી. ના અંતરે માતા આશાપુરાનું મંદિર આવેલું છે. આ મંદિરની ચારેબાજુ નાની નાની ટેકરીઓ અને પર્વતો આવેલા છે. માતાની મુર્તિ મનુષ્યના શરીર કરતાં પણ ઉંચી છે પરંતુ તે માત્ર ગોઠણ સુધી જ છે.

એવું કહેવાય છે કે, આજથી લગભગ દોઢ હજાર વર્ષ પહેલાં દેવચંદ નામનો મારવાડનો કરાડ વૈશ્ય(વાણિયો) કચ્છમાં વેપાર માટે ફરતો હતો. તે દરમિયાન તાજેતરમાં જ્યાં આશાપુરા માતાનું મંદિર છે તે જગ્યાએ તે વાણિયાએ આસો મહિનાની નવરાત્રિ હોવાથી માતાજીની સ્થાપના કરી અને ખુબ જ ભક્તિભાવપુર્વક માતાની આરાધના કરી હતી.

તેની ભક્તિને જોઈને માતા ખુશ થયાં અને તેને સ્વપ્નમાં દર્શન આપીને જણાવ્યું કે, વત્સ તે જે જગ્યાએ મારૂ સ્થાપન કર્યું છે તે જગ્યાએ મારૂ મંદિર બંધાવડાવજે, પરંતુ મંદિરના દરવાજા છ મહિના સુધી ઉઘાડતો નહીં. વાણિયાએ ખુશ થઈને એવું જ કર્યું અને મંદિરની રખેવાડી કરવા માટે તે પોતાનું ઘર છોડીને અહીં આવીને વસવા લાગ્યો.

પાંચ મહિના પુર્ણ થયા બાદ મંદિરના દ્વાર પાછળથી એક વખત તેને ઝાંઝર અને ગીતનો મધુર અવાજ સંભળાયો. આ મધુર ધ્વનિને સાંભળ્યાં બાદ તેનાથી રહેવાયું નહી અને તે મંદિરના દ્વાર ખોલીને અંદર ગયો. અંદર જઈને તેણે જોયું તો દેવીની ભવ્ય મૂર્તિના દર્શન થયા. પરંતુ તેને યાદ આવ્યું કે તેણે માતાજીએ આપેલા સમયના એક મહિના પહેલા જ મંદિરના દ્વાર ખોલી દીધા છે,જેને કારણે માતાજીની અર્ધવિકસીત મૂર્તિનું નિર્માણ થયું હતું. પોતાના આ કૃત્ય બદલ તેણે માતાજીના ચરણોમાં પડીને માફી માંગી. માતાજીએ તેની ભક્તિ પર પ્રસન્ન થઈને તેને માફી આપી દિધી અને તેને વરદાન માંગવા કહ્યું. વરદાનમાં તેણે પુત્ર રત્નની માંગણી કરી. પરંતુ માતાજીએ કહ્યું કે તારી ઉતાવળને લીધે મારા ચરણોનું પ્રાગટ્ય અધુરૂ રહી ગયું.

1819માં કચ્છમાં આવેલા ભૂકંપ દરમિયાન આ મંદિરને ભારે નુકશાન થયું હતું ત્યાર બાદ પાંચ જ વર્ષમાં સુંદરજી શિવજી અને વલ્લભાજીએ આ મંદિરને ફરીથી બંધાવી દેવડાવ્યું હતું. ત્યાર બાદ 2001માં આવેલા મહાવિનાશકારી ભૂકંપમાં ફરીથી આ મંદિરને નુકસાન થયું હતું. પરંતુ થોડાક જ સમયમાં આ મંદિરને ફરીથી બંધાવી દેવડાવ્યું હતું. અહીં આશાપુરા માતાની છ ફુટ ઉંચી અને છ ફુટ પહોળી સ્વયંભુ મૂર્તિ બિરાજમાન છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
ગુજરાતના નેશનલ પાર્ક
પાંડવોની નગરી: વડનગર
તુલસીશ્યામ
બહુચરાજી
ઈકો ટુરિઝમનું સેન્ટર હોડકા ગામ
જેસલ તોરલની સમાધિ