મુખપૃષ્ઠ > મનોરંજન > ટીવી > ટીવી ગપસપ > રાખી સાવંત : કોની દુલ્હન બનશે?
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
રાખી સાવંત : કોની દુલ્હન બનશે?

IFM
માણસના મનથી વિચિત્ર બીજુ કંઈ જ નથી. રાખી સાવંત કોની સાથે લગ્ન કરશે તે નક્કી નથી. પરંતુ તેના મનને સમજીને બધી જ પ્રખ્યાત હીરોઈનોના મનને સમજી શકાય છે કે કેમ ફિલ્મી હીરોઈનો ઉદ્યોગપતિઓ સાથે લગ્ન કરે છે.

રાખી સાવંતની મજબુરી તે છે કે તેને બધા જ પ્રતિસ્પર્ધીઓ સાથે સમય પસાર કરવાનો છે. શોની માંગ આ જ છે. પરંતુ પ્રતિસ્પર્ધી તેમની ખુબ જ નજીક આવી ગયાં છે. સૌથી મજબુત પ્રતિસ્પર્ધી કેનેડાથી આવેલ ઈલેશ પારૂજનવાલા છે. પછી નંબર છે ઋષિકેશથી આવેલ મનમોહનનો.

મનમોહન શ્યામ છે, વાતો કરવાની સારી જાણે છે. પરંતુ માત્ર વાતોથી જ કંઈ નથી થતું. તેઓ એટલુ નથી કમાતા કે લગ્ન પછી રાખીને સારી એવી હોટલમાં ખવડાવી પણ શકે. રાખી કે અન્ય કોઈ પણ સ્ત્રી એવું ક્યારેય પણ નથી ઈચ્છતી કે તેનો પતિ તેની કમાણી પર મજા કરે. ઈલેશને છોડીને અન્ય કોઈ પણ વ્યક્તિની હિંમત નથી કે તેઓ જે હોટલમાં રોકાયા છે, જ્યાં સ્વયંવર ચાલી રહ્યો છે ત્યાં પોતાના ખર્ચે રોકાઈ શકે અને કંઈ પણ ખાઈ-પી શકે. કાયદાથી જોઈએ તો અત્યારે પણ તેઓ બધા રાખીનું જ કમાણીનું ખાઈ રહ્યાં છે.

ઈલેશ ઈમાનદાર છે, ઉદાર છે, સમજદાર છે અને મહિલાઓનું સન્માન કરે છે. સૌથી મોટી વાત તે છે કે લગ્ન પછી રાખીના આસરા પર નહી રહે. તેઓ જાતે પણ અમીર છે અને ઉદ્યમી છે. માત્ર તે એક જ એવા છે જેમને રાખી લગ્ન પછી ગર્વથી લોકોની સાથે મળાવી શકે છે.

જોવા જઈએ તો ડબલ માનદંડ છે. છોકરી લગ્ન કરતાં પહેલા જોવે છે કે વ્યક્તિની કમાણી કેટલી છે, આર્થિક હેસીયત કેવી છે. છોકરી આવું જોઈને કોઈની સાથે લગ્ન કરે તો તેમાં ખોટુ કંઈ જ નથી. પરંતુ આ જ છોકરી જ્યારે પોતે કમાવા લાગી જાય તો તેને તે ખોટુ લાગે છે કે કોઈ તેના પૈસાને લીધે તેને પસંદ કરે છે. આ જ વાત રાખી સાવંતમાં પણ છે. રાખી સાવંત અનિશ્ચિત મિજાજની છે તે કોઈની પણ સાથે લગ્ન કરી શકે છે અને સ્વયંવરથી મનાઈ પણ કરી શકે છે. પરંતુ તેમની સાઈકીને સમજનાર સૌથી પ્રબળ ઈલેજ છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
સલમાનના શોમાં શિલ્પા શેટ્ટી
રાખી પહેરશે 30 લાખ રૂપિયાનો હાર
રાખીનો સ્વયંવર કે છેતરપિંડી... ?
સ્ત્રીઓ પુરૂષ બનવાનો પ્રયત્ન ન કરે: સુરેખા
'ના આના...' સાથે જોડાઈને ખુશ છે આદિત્ય
પ્રેમ-હીરની પ્રેમ-કથામાં નવો વળાંક