ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. ફ્રેંડશીપ ડે
Written By વેબ દુનિયા|

બોલીવુડની ફિલ્મી દોસ્તી

IFM
તેરી જીત મેરી જીત, તેરી હાર મેરી હાર....ચિંતા ન કરશો હુ અહી તમને આખુ ગીત બિલકુલ સંભળાવવા નથી માંગતી, અને હુ જાણુ છુ કે આમ તો બધાને ખબર છે કે આ ગીત ફિલ્મ શોલેનુ છે. હું તો તમને માત્ર એટલુ જ કહેવા માંગુ છુ કે મૈત્રી હોય તો ફિલ્મો જેવી. કેવી 'હીરા પન્ના'ના જોડી જેવી સજીલી. જે એકના દુ:ખમાં દુ:ખી થાય અને તેની સફળતા પર ખુશીના આંસુ પણ વહાવે. જે દોસ્ત-દોસ્તના રહા... ગાય તો દોસ્ત તેની પાછળ જીવ આપી દે, જે એક લોહાર બનીને તીર-તલવાર બનાવે તો બીજો તેનો ઉપયોગ છોકરીને બચાવવા માટે કરે.. વગેરે વગેરે.. આ ફિલ્મી મૈત્રીમાં મળવુ, જુદા પડવુ, મિત્રો માટે જીવ આપવો, એક બીજા માટે છોકરી ફસાવવી જેવી વાતોનો સમાવેશ થાય છે. હા.. એક વાત બીજી. આ મિત્ર એક-બીજાના રહસ્યને હંમેશા રહસ્ય જ રાખે. તેને ખુલવા ન દે. જરા યાદ કરો ઈદની મીઠી સેવઈયો જેવી ફિલ્મ 'ચૌદહવી કા ચાંદ' જેમા નાયક (ગુરૂદત્ત)નો મિત્ર (રહેમાન) એક ધેરા રંગના ઓઢણીવાળી છોકરી પર મોહીત થાય છે અને તેને સંદેશ મોકલવા નાયકને આગળ કરી દે છે. પણ હાય રે કિસ્મત... નાયક પહોંચતા સુધી ઓઢણી બદલાય જાય છે અને ભૂલથી એ બીજી છોકરીનુ નામ સરનામુ લઈ આવે છે. બીજી બાજુ જે છોકરી પર મિત્ર ફીદા હતો તેના લગ્નની વાત ફરતી-ફરતી તેની પાસે આવી જાય છે, પરંતુ ત્યાં સુધી તો તેની પાસે ભૂલથી બીજી છોકરીનો એડ્રેસ આવી ગયો હોય છે તેથી એ પોતાના મિત્રને વિનંતી કરે છે કે એ તેની સાથે લગ્ન માટે આવેલ વાતવાળી છોકરી સાથે લગ્ન કરી લે. અને નાયક પોતાન મિત્ર માટે આવુ કરવા તૈયાર પણ થઈ જાય છે. આ રીતે ડાયરેક્ટર દ્વારા ઉભી કરવામાં આવેલી ગેરસમજના કારણે રહેમાન દ્વારા પસંદ કરાયેલી છોકરી ગુરૂદત્તની પત્ની બની જાય છે. હવે તમે જ કહો હંમેશા ત્રાસી નજરે જોતા, અને ગુસ્સાવાળો અવાજ ધરાવતા રહેમાન જો પેલુ ગીત ગાતા કે.. ચૌદહવી કા ચાંદ હો, યા આફતાબ હો, તો શુ એ અસર પડતી જે સૌમ્ય પરંતુ ઘાયલ કરનારા હાસ્ય સાથે ગુરૂદત્તે ગાયુ હતુ. બીજી બાજુ 'સંગમ' ફિલ્મમાં વૈજયંતીમાલા પાછળ જબજસ્તી પડેલા રજકપૂરને રાજેન્દ્રકુમાર પોતાની પ્રેમિકા આપી દે છે અને છતાં મિત્રનુ મન નથી ભરતુ તો પોતાનો જીવ પણ આપી દે છે જેથી મિત્ર ખુશ રહે.

 
IFM
મિત્રતા ઉંચ-નીચ, મોટા-નાના અને અન્ય ભેદભાવથી ઉપર છે. તેમા કોઈ ભાવના હોય તો એ છે સાચા પ્રેમની. આ જ થીમને લઈને બડજાત્યા પરિવારે સાચી મૈત્રીને કેન્દ્રિત કરી સાફ-સુથરી, સીધી-સાદી ફિલ્મ પણ બનાવી. દોસ્તી. આ જ રીતે 'યારાના' ફિલ્મમાં અમિતાભ અને અમજદ ખાનની એક પવિત્ર દોસ્તી મિસાલન રૂપમાં રજૂ કરવામાં આવી. જેમા ગામડાના લંગોટિયા મિત્ર(અમિતાભ)ની પ્રતિભાને તેનો શહેરમાં સ્થાયી થઈ ચૂકેલો મિત્ર(અમજદખાન) દરેક કિમંતે લોકો સામે લાવવા માંગે છે. 'શોલે'માં તો ધર્મેન્દ્ર અને અમિતાભની જોડીએ તો કમાલની દોસ્તી બતાવી. એક સિક્કાની બે બાજુઓ જેવા થઈ ગયા. 'શોલે'ની સાથે સાથે એ સિક્કો પણ પ્રખ્યાત થઈ ગયો. થોડા સમય પહેલા જ આવેલી ફિલ્મ 'દિલ ચાહતા હૈ' પણ ખૂબ ચર્ચિત રહી. આ ફિલ્મમાં ત્રણે સમવયસ્ક મિત્રોની એકબીજાથી જુદી જીવનશૈલી હોવા છતા તેઓ એકબીજા સાથે લાગણીઓના તાંતણે બંધાયેલા હોય છે. 'રંગ દે બસંતી', 'રોક ઓન' અને તાજેતરમાં જ આવેલી ફિલ્મ 'ન્યૂયોર્ક'માં પણ મિત્રોની વચ્ચે ખૂબ સારા બંધનનુ ચિત્રણ કરવામાં આવ્યુ છે. આ ફિલ્મોમાં યુવાઓની મિત્રને લઈને વિસ્તારિત થતી માનસિકતાને પણ સારી રીતે બતાવી છે. આ સિવાય જાનવરો અને મનુષ્યની મિત્રતા પર પણ હિટ ફિલ્મો બની જેવી કે 'હાથી મેરે સાથી', 'તેરી મહેરબાનીયા' વગેરે. એટલુ જ નહી ઈશ્વર અને મનુષ્યની વચ્ચે પણ દોસ્તીનો આ પુલ બંધાયો અને ગણેશાને પણ ફ્રેંડ બનાવી મોટી સ્ક્રીન પર લાવવામાં આવ્યો.

જો કે મૈત્રીના કેસમાં મોટી સ્ક્રીન થોડી પક્ષપાતી પણ રહી. તેમણે પુરૂષ મિત્રોનુ જેટલુ મહત્વ બતાવ્યુ એટલુ સ્ત્રીઓની ન બતાવી. તેથી સ્ત્રીઓની મૈત્રી સાથે સંકળાયેલી ખૂબ ઓછી ફિલ્મો જોવા મળી. સ્ત્રીઓની મૈત્રી નિષ્પક્ષ, સાચી અને ત્યાગની ભાવનાથી ભરેલ મૈત્રીની ઝલક તમને 'ફિલહાલ', 'મુઝસે દોસ્તી કરોગે' જેવી ફિલ્મોમાં જોવા મળી શકે છે. આ ફિલ્મોની મૈત્રી આમ જોવા જઈએ તો ક્યાકને ક્યાક સામાન્ય જીવનથી પણ પ્રભાવિત થાય છે અને સામાન્ય જીવનમાં પણ લોકો આ ફિલ્મો જોઈને કંઈક શીખે છે. તો મિત્રો.... 'કુછ ભી નહી રહેતા, દુનિયામે લોકો, રહ જાતી હૈ દોસ્તી.. જિંદગી કા નામ દોસ્તી, દોસ્તી કા નામ જીંદગી.. ગાતા રહો અને મિત્રોનો સાથ નિભાવતા રહો... હેપી ફ્રેંડશીપ ડે.