શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 21 એપ્રિલ 2014 (23:52 IST)

તમે મને મજબૂત સરકાર આપો, હું તમને મજબૂત હિંદુસ્તાન આપીશ - મોદી

ભાજપનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર નરેન્દ્ર મોદીએ મથુરામાં આયોજીત ચૂંટણી સભાને નેતાજી સુભાષચંદ્ર બોઝનાં અંદાઝમાં સંબોંધતા કહ્યુ કે તમે મને મજબૂત સરકાર આપો, હું તમને મજબૂત હિંદુસ્તાન આપીશ. મથુરામાં ભાજપનાં ઉમેદવાર હેમામાલિનીનાં સમર્થનમાં જનસભા સંબોંધતા મોદીએ ઉત્તર પ્રદેશનાં મતદાતાઓને યૂપીની તમામ 80 બેઠકો પર ભાજપને જીત આપવાની અપિલ કરી.

ભષ્ટ્રાચારનાં મુદ્દે મોદીએ ગાંધી પરિવાર પર પ્રહાર કરતા રોબર્ટ વાડ્રા પર નિશાન તાક્યુ. મોદીએ કહ્યુ કે આ દેશમાં એવો બીજો કોઇ વ્યક્તિ નથી, જે માત્ર 10મું પાસ કરીને 3 વર્ષમાં 1 લાખનું રોકાણ કરીને 300 કરોડ બનાવી શકે.

મોદીએ કહ્યુ કે દેશને લૂંટવામાં આવ્યો છે, પણ હવે આવુ નહી થવા દેવાય. વિદેશી બેંકોમાં જે ધન છે, તે પરત લાવવામાં આવશે. અને દેશનાં ગરીબોનાં પૈસા વિદેશી બેંકોની તિજોરીમાં બંદ નહી રહેવા દઉં.