શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By
Last Modified: બોકારો , બુધવાર, 14 મે 2014 (11:01 IST)

પાકિસ્તાન મોદીને રોકવા માંગે છે - ગિરીરાજ

. બિહારના પૂર્વ મંત્રી નવાદા સંસદીય ક્ષેત્રના ભાજપા ઉમેદવાર ગિરીરાજ સિંહે કહ્યુ આતંકવાદ અને પાકિસ્તાનની તરફેણ કરનારા લોકો માટે અહી કોઈ સ્થાન નથી. પાકિસ્તાન મોદીને રોકવા માંગે છે. ભારતમાં કેટલાક લોક્કો છે જે મોદીને રોકવા માંગે છે જે પાકિસ્તાન અને આતંકવાદના તરફદાર છે.   તેમનુ મક્કા મદીના પાકિસ્તાન છે. જ્યારે આ વાત પર એક ખાનગી ચેનલે પ્રતિક્રિયા આપી તો તેમણે કહ્યુ કે આતંકવાદ પરસ્ત લોકોને માળા પહેરાવવી જોઈએ શુ ? તેમણે કહ્યુ કે હુ જે પહેલા કહ્યુ એ વાત પર આજે પણ કાયમ છુ. 
 
દેશના વિકાસ માટે જનસંખ્યા નીતિ બનવી જોઈએ. તેઓ મંગળવારે સેક્ટર વન સી સ્થિત ભાજપા કાર્યાલયમાં આયોજીત પ્રેસ વાર્તામાં બોલી રહ્યા હતા. તેમણે કહ્યુ દેશની જનતા જો ઈચ્છશે તો કાશ્મીરથી ધારા 370 હટાવી શકાય છે. કાશ્મીરમાં ધારા 370 લાગૂ થવાને કારણે સમગ્ર વિકાસ નથી થઈ શક્યો. કાશ્મીરને વિકસિત રાજ્ય બનાવવા માટે 370 ધારા લાગૂ કરવામાં આવી હતી.  પણ આ ઉદ્દેશ્ય હજુ સુધી પૂરો નથી થઈ શક્યો.  
 
નમો જ હશે દેશના પીએમ - શ્રી સિંહે કહ્યુ દેશનો આગામી પીએમ નરેન્દ્ર સિંહ મોદી બનવુ નક્કી છે.  દેશની જનતાએ વિકાસ ભ્રષ્ટાચાર અને મોંઘવારીથી મુક્તિ મેળવવા માટે નરેન્દ્ર મોદીના નેતૃત્વને સ્વીકાર કર્યુ છે. ચૂંટણી પરિણામ આવ્યા બાદ ધર્મનિરપક્ષતાની વાત કરનારા બધા રાજનીતિક દળોની પોલ ખુલી જશે. આ વખતે દેશની જનતાએ ધર્મનિરપેક્ષતાની વાત કરનારા નેતાઓને નકારી દીધા છે.