સલમાન ખાન ઉર્ફ ચુલબુલ પાંડે

વેબ દુનિયા|

IFM
સલમાન ખાને માટે વર્ષ 2010 સારુ રહ્યુ. જેનો શ્રેય તેમના ભાઈ અરબાજ ખાન દ્વારા પ્રદર્શિત ફિલ્મ દબંગને આપવામાં આવે છે. આ ફિલ્મમાં સલમાને ચુલબુલ પાંડેના રૂપમાં એક યાદગાર પાત્ર ભજવ્યુ. તેમની રિયલ લાઈફ ભાભી મલાઈકા અરોરાની સાથે તેમના પર ફિલ્માવેલુ ગીત 'હુઈને સફળતાના નવા રેકોર્ડ બનાવી દીધા. સાથે જ ફિલ્મમાં કમસિન સોનાક્ષીની સાથે તેમની જોડી પણ પ્રશંસા પામી.

જો કે આ વર્ષની શરૂઆતમાં માટે સારી ન રહી. તેમની બહુપ્રતિક્ષિત ફિલ્મ વીર બોક્સ ઓફિસ પર પછડાઈ ગઈ. ફિલ્મને ન તો દર્શકોએ પસંદ કરી કે ન તો ફિલ્મ સમીક્ષકોએ. ઉપરાંત જયપુરમાં એક યુવા રાજપૂત સંગઠન દ્વારા આ ફિલ્મના વિરોધમાં લોકો રોડ પર આવી ગયા હતા. જેના કારણે ફિલ્મની હાલત વધુ દયનીય થઈ ગઈ.
IFM
પરંતુ પછી સાંભળવા મળ્યુ કે સલમાન બિગ બોસ-4માં અમિતાભ બચ્ચનના સ્થાન પર આવવાના છે. બિગ બોસમાં આવીને બેવોચ સ્ટોર પામેલા એંડરસન સાથે તેમણે મુન્ની બદનામ હુઈ ગીતમાં યાદગાર ઠુમકા પણ લગાવ્યા.

એક પાકિસ્તાની ન્યૂઝ ચેનલ 26/11 હુમલાને લઈને આપવામાં આવેલ તેમના નિવેદનને કારણે પણ તેઓ ચર્ચામાં રહ્યા. તેમણે કહી દીધુ કે આ હુમલાને એ માટે વધુ મહત્વ આપવામાં આવી રહ્યુ છે કે તેમા આરોપી અલ્પસંખ્યકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ નિવેદનને લઈને તેમની ચારેબાજુ આલોચના થઈ. પછી તેમણે પોતાના આ નિવેદન માટે માફી માંગી.


આ પણ વાંચો :