રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: મંગળવાર, 17 ઑક્ટોબર 2017 (15:29 IST)

કોંગ્રેસની સ્ક્રિનિંગ કમિટીની બેઠકમાં સિંગલ 90 ઉમેદવારોના નામો નક્કી થયાં

દિલ્હીમાં કેન્દ્રીય સ્ક્રિનીંગ કમિટિની બેઠકમાં વિસ્તૃત ચર્ચા બાદ ગઈકાલે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્ક્રિનીંગ કમિટિની બેઠકમાં આગેવાનોએ પેનલની ચર્ચા કર્યા બાદ ૯૦ નામો ઉપર સીંગલ નામ નક્કી કરીને યાદી તૈયાર કરી છે. આજે ગેહલોત, થોરાટ સહિતના નેતાઓ અમુક આગેવાનોને મળ્યા બાદ ઉમેદવાર પસંદગીનો મામલો દિલ્હીમાં ખસેડશે.

દિલ્હીમાં સતત ત્રણ દિવસ કોંગ્રેસની કેન્દ્રીય સ્ક્રિનીંગ કમિટિએ ગુજરાતની તમામ ૧૮૨ બેઠકો પર પ્રદેશ કોંગ્રેસે તૈયાર કરેલ ત્રણ ત્રણ નામોની યાદી ઉપર ચર્ચા વિચારણા કર્યા બાદ મામલો પ્રદેશ ખાતે ખસેડીને સ્થાનિક કમિટિ સાથે વિચાર વિમર્શ કર્યો હતો અને અમુક ઉમેદવારો તથા અમુક આગેવાનો સાથે પણ ચર્ચા કરી હતી. ગઈકાલે પ્રદેશ ડેલીગેટોની મીટીંગ મળી હતી અને ત્યાર બાદ સ્ક્રિનીંગ કમિટિની બેઠકમાં ૯૦ સીંગલ નામો નક્કી થઈ ગયાનું કોંગ્રેસના આધારભૂત સુત્રોમાંથી જાણવા મળે છે. દરમ્યાન કોંગ્રેસ તમામ ૪૩ ધારાસભ્યોને રીપીટ કરશે તેવી વાતનો છેદ ઉડતા અહેવાલો પણ મળે છે. ૪ અથવા ૫ વર્તમાન ધારાસભ્યોના પત્તા પણ કપાઈ ગયા છે. અગાઉ એવી વાતો હતી કે અમુક ધારાસભ્યોએ પોતાના બદલે પોતાના પરિવારજનો કે વફાદાર સમર્થકને ટીકીટની ભલામણ કરી છે પરંતુ સુત્રો એવું જણાવી રહ્યા છે કે 'વીનીંગ ઈઝ ધ ક્રાઈટ એરીયા' એ મુજબ ૪ થી ૫ ધારાસભ્યોના નામો કપાયા છે. કોંગ્રેસની ગઈકાલની સ્ક્રિનીંગ કમિટીમાં ૯૦ નામો નક્કી થઈ ગયા છે ત્યારે આ ૯૦ વિધાનસભા બેઠક કઈ છે તે અંગે ચર્ચા શરૂ થઈ છે.