રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: સોમવાર, 25 સપ્ટેમ્બર 2017 (16:15 IST)

ગુજરાતમાં રાહુલ ગાંધીનુ હાર્દિક પટેલે સ્વાગત કરતા અટકળોનુ બજાર ગરમ

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનો ગુજરાતમાં ત્રણ દિવસીય પ્રવાસ શરૂ થઈ ગયો છે. પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા આ પ્રવાસ ખૂબ મહત્વનો છે.  આ સાથે જ પ્રદેશનુ રાજકારણ ગરમાય ગયુ છે. 
 
વિશેષ વાત એ છે કે ભાજપાના ઘોર વિરોધી પટેલ પાટીદારના નેતા હાર્દિક પટેલે રાહુલ ગાંધીનુ સ્વાગત કર્યુ છે. આ માટે તેમણે વિધિસર ટ્વીટ પણ કર્યુ છે. આ ટ્વીટને લઈને રાજકારણના ગલિયારામાં અનેક અટકળો ઉભી થઈ છે. 
 
પોતાના ટ્વીટમાં હાર્દિકે લખ્યુ છે કે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલજીનુ ગુજરાતમાં હાર્દિક સ્વાગત છે. જ્ય શ્રી કૃષ્ણા. આ ટ્વીટના અનેક મતલબ કાઢવામાં આવી રહ્યા છે. રાજકારણના પંડિતોના કહેવા મુજબ આ સીધે સીધુ પટેલ પાટીદારોનુ સમર્થન કોંગ્રેસને જતુ દેખાય રહ્યુ છે.  શક્યતા છે કે પોતાના ત્રણ દિવસના પ્રવાસમાં રાહુલ ગાંધી હાર્દિક સાથે પણ મુલાકાત કરે અને નવુ રાજકારણીય સમીકરણ પણ જોવા મળે. ઉલ્લેખનીય છે કે અનામત મુદ્દાને લઈને પટેલ પાટીદાર સમુહ ભાજપા વિરુદ્ધ હવા બનાવવાની કોશિશમાં છે.