શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By

21+ Beauty Tips- દિવાળીમાં આ બ્યુટી ટીપ્સ અજમાવીને, ખીલશો ગુલાબની જેમ

- બે ચમચી બેસનમાં અડધો નાની ચમચી હળદર મિક્સ કરો. આ મિશ્રણમાં દસ ટીપા ગુલાબ જળ અને દસ ટીપા લીંબૂના મિક્સ કરી ફેંટો. ત્યાબાદ થોડુ કાચુ દૂધ મિક્સ કરીને પાતળો લેપ બનાવી લો. આ લેપને ન્હાતા પહેલા ચહેરા પર લગાવો. અડધો કલાક પછી ચેહરો ધોઈ લો.
 
- આંખોની નીચે કાળા ડાધ પડ્યા હોય રોજ આંખોની આસપાસ કાચા બટાકાના ટુકડા વડે હળવા હાથે મસાજ કરો. થોડાક જ દિવસોમાં કાળા કુંડાળા દૂર થઈ જશે. 
 
- એક ચમચી મઘને લઈને તેને ચેહરા પર હળવા હાથે લગાવો. 15-20 મિનિટ લગાવી રહેવા દો. પછી ચેહરો ધોઈ લો. તૈલીય ત્વચા હોય તો મઘમાં ચાર પાંચ ટીપા લીંબૂનો રસ મિક્સ કરીને લગાવો.
 
 - જવનો લોટ, હળદર અને સરસિયાનું તેલ પાણીમાં મિક્સ કરીને ઉબટન બનાવી લો. રોજ શરીર પર માલિશ કરી ગરમ પાણીથી ન્હાવ.
 
- દૂધમાં કેસર મિક્સ કરીને પીવો.
 
- સંતરાનુ જ્યુસ પીવો. સંતરાના છાલટાને સુકાવીને પેસ્ટ બનાવીને ચેહરા પર લગાવો. આ ખૂબ કારગર નુસ્ખો છે.
 
- મુલ્તાની માટીમાં ગુલાબ જળ મિક્સ કરીને લગાવવાથી રંગત નીખરે છે.
 
- બે ચમચી ખીરાનો રસ. અડધી ચમચી લીંબૂનો રસ ને ચપડી હળદર મિક્સ કરીને લગાવો.
 
- ચાર ચમચી મુલતાની માટી, બે ચમચી મઘ, બે ચમચી દહી અને એક લીંબૂનો રસ મિક્સ કરીને ત્વચા પર લગાવો. અડધો કલાક પછી ચેહરો ધોઈ લો.
 
- રોજ સવારે ખાલી પેટ એક ગ્લાસ ગાજરનુ જ્યુસ પીવાથી રંગ નિખરવા માંડે છે.
 
- લીમડો ત્વચાની રોગ પ્રતિરોધી ક્ષમતા વધારે છે. તેના ઉપયોગથી પિંપલ્સ દૂર થાય છે. ચાર પાંચ લીમડાનાં પાનને મુલ્તાની માટીમાં મિક્સ કરી થોડુ પાણી નાખી વાટી લો. આ લેપ ચહેરા પર લગાવો અને 15 મિનિટ પછી ચેહરો ધોઈ લો.
 
- કેળા ચેહરાની કરચલીઓ મટાડે છે. આ ત્વચામાં ખેંચ લાવે છે. પાકેલુ કેળુ મૈશ કરી ચેહરા પર લગાવો. અડધો કલાક પછી ચેહરો ધોઈ લો.
 
- એક ચમચી મઘ અને એક ચમચી લીંબૂનો રસ મિક્સ કરી ચેહરા પર લગાવો. ત્વચા નિખરી જશે.
 
- જ્યારે પણ બહાર જાવ તો સનસ્ક્રીન ક્રીમ કે લોશન લગાવો. સૂરજની કઠોર કિરણો ત્વચાની રંગને ઓછી કરી દે છે.
 
- ગ્રીન ટી એંટી-ઑક્સીડેંટથી ભરપૂર હોય છે. તેના નિયમિત સેવનથી ત્વચાના દાગ-ધબ્બા દૂર થાય છે.
 
- ઉનાડાની જગ્યા શિયાળામાં બેકિંગ સોડા ઉપયોગ કરવું નુકશાનદાયક થઈ શકે છે. તેનાથી ત્વચા પર કાળા ડાઘ પડતા શરૂ થઈ જાય છે. જેનાથી ઘઉંવર્ણ વધવા લાગે છે.
 
- ઘણા ઘરેલૂ ઉપાયમાં સિરકાથી બનેલા ફેસપેક વિશે જણાવ્યું છે પણ શિયાળામાં તેનો ઉપયોગ હાનિકારક થઈ શકે છે. તેનાથી ચેહરાનો ઑયલ ઓછું થવા લાગે છે. જેનાથી શુષ્કી વધવાની સાથે નિશ્તેજતા પણ વધી જાય છે.  
 
- ફુદીનાના ઉપયોગ શિયાળામાં નહી કરવું જોઈએ. તેનીથી ચેહરાની ડાર્કનેસ વધવા લાગે છે. કારણકે તેનામાં મેંથોલ ખૂબ હોય છે. જે ચેહરાની ભેજને ચોરાવી લે છે. 
 
- શિયાળામાં સંતરા ખાવાથી બહુ ઘણા ફાયદા હોય છે. પણ ફેસપેકમાં તેનો ઉપયોગ ન કરવું કારણકે તેમાં રહેલું સાઈટ્રિક એસિડ ત્વચામાં શુષ્કી પિદા કરે છે અને ડાર્કનેસનો કારણ બને છે. 
 
- એક વાટકીમાં 4 ચમચી ખાંડ અને બીજા બાઉલમાં 2 ચમચી લીંબુનો રસ લો.
- ત્યારબાદ પહેલા લીંબુનો રસ અને પછી લીંબુના છાલ પર સાકર નાખીને હળવા હાથે ચહેરો સ્ક્રબ કરો.
- તમે તેને ગળા, હાથ અને પગ વગેરે પર લગાવી શકો છો.
ટીપ- જો તમને લગાવવાથી તમને ખંજવાળ આવે છે, તો પછી લીંબુના રસમાં થોડું ગુલાબજળ ઉમેરો.
 
આ કામ સ્ક્રબિંગ પછી કરો
સ્ક્રબિંગના 15 મિનિટ પછી, નવશેકું પાણીથી સ્નાન કરો અને સુતરાઉ કાપડથી શરીર સાફ કરો.
- શરીર પર લોશન લગાવ્યા પછી તેને મોઇશ્ચરાઇઝ કરો. મૂળભૂત રીતે, ત્વચા નરમ થવા સાથે સ્ક્રબિંગ પછી ત્વચાના છિદ્રો ખુલે છે. આ સ્થિતિમાં, તેના પર ક્રીમ લગાવો.
- લોશન ત્વચાની અંદર યોગ્ય રીતે પહોંચે છે. આ કિસ્સામાં, તે લાંબા સમય સુધી ભેજ જાળવી રાખવામાં મદદ કરે છે. આ રીતે, શુષ્ક ત્વચાની સમસ્યા દૂર થશે.