રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : બુધવાર, 8 નવેમ્બર 2017 (14:07 IST)

સુરતના વેપારીઓ સાથે રાહુલ ગાંધીનો સંવાદ, પોલીસ વેપારીઓને ડરાવે છે

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ફરી સુરત આવી પહોંચ્યા છે. હવે તેઓ વેપારી અગ્રણીઓ સાથે મુલાકાત કરવાના છે.  કોંગ્રેસ પક્ષ દ્વારા આજ રોજ નોટબંધીને એક વર્ષ પૂર્ણ થતું હોય કાળો દિવસ તરીકે ઉજવનાર છે. દરમિયાન રાહુલ ગાંધીએ વરાછામાં પાવર લુમ્સ અને ડાઈંગ મીલની મુલાકાત વેળાએ જણાવ્યું હતું કે, વેપારીઓને પોલીસ દ્વારા ડરાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે.

સચ્ચાઈને દબાવી શકાતી નથી. રાહુલ ગાંધી એમ્બ્રોઇડરી, ડાઈંગ મીલ, ડાયમંડના વેપારીઓ સાથે તથા અન્ય નાના ધંધાર્થીઓ સાથે મુલાકાતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન અશ્વિનીકુમાર ખાતે પાવર લુમ્સ અને ડાઈંગ મીલની મુલાકાત લીધી હતી. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, નોટબંધી અને જીએસટીના કારણે સુરતની સ્ટ્રેન્થ ટેક્સટાઈલ પર તરાપ મારી છે. અહીં લોકો કહે છે કે, કામ કરવું મુશ્કેલ થઈ ગયું છે. વેપારીઓને પોલીસ દ્વારા ડરાવવામાં આવે છએ, ધમકાવવમાં આવે છે. સચ્ચાઈ દબાવી શકાતી નથી. પાલના સંજીવકુમાર ઓડિટોરિયમ હોલ ખાતે સાંજે 5 કલાકે જીએસટીના મુદ્દે વેપારીઓને મળશે.