શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. ફિલ્મ સમીક્ષા
Written By
Last Updated : શુક્રવાર, 19 ઑગસ્ટ 2016 (16:50 IST)

ગુજરાતી ફિલ્મ રિવ્યુ - છોકરી વિનાનું ગામ

ફિલ્મ - છોકરી વિનાનું ગામ 
નિર્માતા : પર્પલ એન્ટરટેનમેંટ લિમિટેડ 
નિર્દેશક : રાજેશ ભટ્ટ
લેખકકાર્તિકેય ભટ્ટ
સંગીત : નિસર્ગ ત્રિવેદી 
કલાકાર : અર્ચન ત્રિવેદી, નિસર્ગ ત્રિવેદી, કિરણભાઈ, હિતુશાહ, રાજ કુમાર, દેવામી પંડ્યા, સાહિલ શેખ, હિતાર્થ દવે, શ્રીધર જમ્બુકિયા, હર્શદીપ જાડેજા 
સેંસર સર્ટિફિકેટ : યૂ
રેટિંગ - 3/5 

 

છોકરી વિનાનું ગામ એક એવી ફિલ્મ છે જે સમાજમાં ચાલી રહેલી એક એવી બાબતને લોકો સમક્ષ રમુજ રૂપે રજુ કરે છે જે આવનારા સમયમાં ગંભીર પરિણામો આપી શકે છે. વડાપ્રધાન મોદીની યોજના બેટી બચાવો બેટી પઢાઓ આ યોજનાને આજે આખો આપણો સમાજ અનુસરી રહ્યો છે અને બેટીને ગર્ભમાં જ મરતી બચાવવા માટે પ્રયત્નો થઈ રહ્યાં છે. ત્યારે આ મુદ્દાને લઈને બનાવવામાં આવેલી એક ફિલ્મ છોકરી વિનાનું ગામ પહેલા શો માં જ સુપર ડુપર હીટ સાબિત થઈ છે.

આ ફિલ્મ 1 કરોડ રૂપિયાના બજેટમાં તૈયાર થઈ છે. જેમાં અર્ચન ત્રિવેદી, નિસર્ગ ત્રિવેદી, કિરણભાઈ, હિતુશાહ જેવા કલાકારોએ કામ કર્યું છે. તે ઉપરાંત પર્પલ એન્ટરપ્રાઈઝ દ્વારા આ ફિલ્મનું પ્રોડક્શન કરવામાં આવ્યું છે. કાર્તિકેય ભટ્ટે આ ફિલ્મ લખી છે અને તેમના ભાઈ રાજુ ભટ્ટે આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે.  નિસર્ગ ત્રિવેદીએ આ ફિલ્મમાં અભિનયની સાથે સંગીત પણ આપ્યું છે.

'છોકરી વિનાનુ ગામ' ફિલ્મની ટિકિટ બુક કરવા ક્લિક કરો 

આ ફિલ્મ આમતો અભિનયની રીતે બેજોડ નમૂનો છે. એક ગામમાં જ્યારે કોઈ છોકરી ના હોય ત્યારે તે ગામના યુવાનોની સ્થિતિ શું હોઈ શકે એવી બાબતને ફિલ્મમાં કામ કરતાં કલાકારોએ બખુબી નિભાવી છે. ફિલ્મમાં તમામ કલાકારોનો અભિનય મજબૂત છે. ફિલ્મનું સંગીત પણ ફિલ્મની વાર્તાને અનુરૂપ બનાવવામાં આવ્યું છે. ફિલ્મના ગીતો સરળતાથી દર્શકોના મોઢે ગવાય એવા તૈયાર કરવામાં આવ્યાં છે. કોમેડી અંદાજમાં રજુ થયેલી આ ફિલ્મ તમામ  પ્રકારે દર્શકોને ગમે તેવી છે. ફિલ્મમાં લીડ કેરેક્ટરમાં જ યુવાન છોકરાઓ છે તેની મજાજ કંઈ ઓર છે. આ ફિલ્મ જોઈને દર્શકો સિનેમા હોલની બહાર આવીને પણ હસવાનું ભૂલ્યાં નથી. એવી મજેદાર કોમેડી પણ છે. આ ફિલ્મ આજે અમેરિકાના ચાર શહેરો અને ભારતમાં એક સાથે રિલિઝ થઈને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં એક નવો  ઈતિહાસ સર્જી ગઈ છે.