રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 4 ઑક્ટોબર 2018 (11:36 IST)

એસ્ટ્રો ડાયેટ દ્વારા 15 દિવસમાં 2 કિલો વજન થશે ઓછુ

astro nut diet
વધતા વજનને કારણે તમને બીજા સામે શરમજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે છે સાથે જ આ અનેક બીમારીઓનુ પણ ઘર છે. વજન ઓછુ કરવા માટે કેટલાક લોકો જીમ, લિકવિડ અને કીટો ડાયેટ અપનાવે છે પણ તેનાથી કોઈ ખાસ ફરક પડતો નથી. પણ આજે અમે તમને એસ્ટ્રોનૉટ ડાયેટ વિશે બતાવવા જઈ રહ્યા છીએ. જેને ફોલો કરીને તમે 15 દિવસમાં લગભગ 1-2 કિલો વજન સહેલાઈથી ઓછુ કરી શકો છો.  જો તમે પણ ખરેખર વજન ઓછુ કરવા માંગો છો તો આજથી જ  આ ડાયેટને ફોલો કરવુ શરૂ કરી દો. 
 
શુ છે એસ્ટ્રોનૉટ ડાયેટ ?
 
ઉલ્લેખનીય છે કે એસ્ટ્રોનોટ ડાયેટ એસ્ટ્રોનૉટ્સ ફૂડ સાથે મળીને પ્લાન કરવામાં આવ્યુ છે. તેમા એ ફૂડ્સનો સમાવેશ કરવામાં આવે છે જે તમને હેલ્ધી રાખવા સાથે વજન ઓછુ કરવામાં પણ મદદ કરે છે.  આ ડાયેટથી શરીરનુ ફૈટ બર્નિંગ પ્રોસેસ ઝડપી બને છે અને વજન ઝડપથી ઓછુ થાય છે.  સૌથી સારી વાત એ છે કે તેનાથી શરીરમાં કોઈપણ પ્રકારની કમજોરી આવતી નથી. આ ડાયેટ પ્લાન માટે દિવસભરમાં 4 મીલ્સ અને યોગ્ય સમય પર ભોજન કરવુ ખૂબ જરૂરી છે. 
 
આ રીતે કરો આ ડાયેટને ફોલો 
 
બ્રેકફાસ્ટ - બ્રેકફાસ્ટમાં 1 કપ દૂધ કે કોફી સામેલ કરો પણ આ ખાંડ વગરનુ હોવુ જોઈએ.  સાથે જ 2 બાફેલા ઈંડા અને સ્ટીમ્ડ મતલબ બાફેલા શાકનુ સેવન પણ કરો. 
 
લંચ - આમ તો લંચમાં હલકો ફુલકો ખોરાક લેવો જોઈએ પણ આ ડાયેટમાં તમારે ઈંડા, બોઈલ્ડ ચિકન સ્લાઈસ, ફિશ બીફ કે મગની દાળ લઈ શકો છો. આ ઉપરાંત સલાદમાં ખીરુ, ટામેટા અને બીટનુ સેવન પણ લાભકારી છે. 
 
ઈવનિંગ સ્નેક્સ - ઈવનિંગમાં તમે 1 કપ ઓરેંજ કે કોઈપણ ફૂટ જ્યુસ પી શકો છો. આ ઉપરાંત ગ્રીન ટી કે સોયા મિલ્કનુ સેવન પણ કરી શકો  છો. 
 
ડિનર - ડિનરમાં હેવી ફુડ ખાવાને બદલે 150 ગ્રામ ટૉફૂ કાચુ પનીર અને એક ગ્લાસ દૂધ પીવો. આ ઉપરાંત તમે રાત્રે બાફેલા બીંસ મશરૂમ ટામેટા કાકડી કોબીજ બ્રોકલી બીંસ (બદામ ભાત સોયા) પણ લઈ શકો છો. 
 
આ ડાયેટ દરમિયાન ન ખાવ આ વસ્તુઓ.. 
 
આ ડાયેટને ફોલો કરતી વખતે કેક કુકીઝ પૈકેટ ફૂડ્સ તેલ માખણ બટાકા ચોખા સોફ્ટ ડ્રિંક્સ ગાજર રોટી બ્રેડ સ્ટાર્ચયુક્ત વેજીસ થી દૂર રહો. આ ઉપરાંત ખાંડ અને મીઠાનુ સેવન પણ ઓછી માત્રામાં કરો. દારૂ અને જંક ફૂડ્સથી પણ દૂરી બનાવી રાખો. 
 
ડાયેટ દરમિયાન રહો હાઈડ્રેડ 
 
આ ડાયેટ દરમિયાન શરીરમાં પાણીની કમી ન થવા દો. આ માટે આખો દિવસ ઓછામાં ઓછા 5 લીટર પાણી જરૂર પીવો. તમે જેટૅલુ પાણી પીશો એટલા જ મેટાબૉલિજ્મ ઝડપી થશે. જેનાથી વજન ઘટવામાં મદદ મળશે.  આ ઉપરાંત સવારે ખાલી પેટ કુણુ પાણી પીવાથી ફેટ ઓછો થાય છે.