બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 17 ઑક્ટોબર 2018 (17:33 IST)

ઉપવાસ ખોલતી વખતે આરોગ્ય સંબંધી આટલી વાતોનુ ધ્યાન રાખો

નવરાત્રિના નવ દિવસ માતાના નવ રૂપની પૂજા કરવામાં આવે છે. ભક્ત નવરાત્રિમાં ઉપવાસ રાખી માતાને પ્રસન્ન કરે છે. આ દરમિયાન કેટલાક લોકો ફળાહાર વ્રત કરે છે તો કેટલાક અન્ન વગર ઉપવાસ કરે છે. વ્રત કેવા પણ રાખો પણ વ્રત ખોલતી વખતે તમારા આરોગ્ય સંબંધી કેટલીક વાતોનુ ધ્યાન જરૂર રાખવુ જોઈએ. 
 
એક ગ્લાસ પાણી - લાંબા સમય ખાલી પેટ રહ્યા પછી સૌ પહેલા તમારે ફક્ત એક ગ્લાસ પાણી પીવુ જોઈએ. જેથી પેટમાં ઠંડક પહોંચે અને પછી ખાવાનુ સારી રીતે પચી શકે 
 
જ્યુસ પણ પી શકો છો 
 
તમે ચાહો તો લસ્સી નારિયળ પાણી કે પછી મોસંબીનુ જ્યુસ પણ લઈ શકો છો. તેનાથી તમને એનર્જી મળશે અને આ તમારા પાચનમાં મદદ કરશે. 
 
પ્રોટીન - વ્રત પછી પ્રોટીનથી ભરપૂર આહાર લો. તમારા શરીરને એનર્જીની જરૂર હોય છે અને તેની પૂર્તિ કરવા માટે પ્રોટીન યુક્ત આહાર લો. આ માટે તમે થોડા થોડા સમયના અંતરે પનીર, અંકુરિત આહાર કે દાળનુ પાણી લઈ શકો છો. 
 
મસાલેદાર ખાવાથી બચો - ઉપવાસ પછી એકદમ તેલ મસાલાથી બનેલા પદાર્થનુ ભોજન લેવાથી બચો. જેથી તમારા પાચન તંત્ર પર વધુ દબાણ ન પડે અને તમારુ સ્વાસ્થ્ય પણ ઠીક રહે.  
 
એનર્જી ફૂડ ખાવ - વ્રત ખોલતી વખતે તમારે હળવુ અને લિકવિડ ડાયેટ લેવુ જોઈએ. તમે ફ્રૂટ રાયતા કે ફ્રૂટ ચાટ પણ લઈ શકો છો. તેનાથી તમને એનર્જી પણ મળશે સાથે જ પેટ પણ ભરાશે. 
 
હલકો ખોરાક લો - ઘણા દિવસ પછી જ્યારે તમે ઉપવાસ છોડો છો તો તમને હેવી ખોરાકથી બચવુ જોઈએ. વ્રત કરતી વખતે મેટાબોલિજ્મ સ્લો થઈ જાય છે. તેથી એકદમ હેવી ખાવાથી બચવુ જોઈએ.