રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 10 મે 2019 (14:56 IST)

નોર્વે - વ્હેલે સમુદ્રમાં પડેલો મહિલાનો ફોન પરત કર્યો, માછલી પર રૂસી જાસૂસ હોવાનો આરોપ હતો, જુઓ વાયરલ વીડિયો

નોર્વેના હૈમરફેસ્ટ હાર્બરમાં એક વ્હેલે બોટિંગ દરમિયાન સમુદ્રમાં પડેલો મહિલાનો ફોન પરત કર્યો. સમાચાર મુજબ ઈના મનસિકા નામની મહિલા પોતાના મિત્રો સાથે બોટિગ કરી રહી હતી. આ દરમિયાન અચાનક તેનો ફોન સમુદ્રમાં પડી ગયો. ઊંડાઈમાં જઈને બેલ્યૂગા વ્હેલે મોબાઈલ પરત કર્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો ચ હો કે કેવી રીતે વ્હેલ માછલી પોતાના મોઢામાં ફોન દબાવીને લઈ આવે છે અને ઈના મનસિકા નામની મહિલાને પરત કરી દે છે.  વ્હેલના આ કારનામાને જોયા પછી ઈના અને તેના મિત્ર ખુશીથી ખિલાખિલાવી ઉઠે છે. વીડિયોમાં મહિલા વ્હેલને પંપાળતી જોવા મળી રહી છે. 
 
26 એપ્રિલના રોજ બેલ્યૂગા પ્રાજાતિની આ વ્હેલના ગળામાં લોકોએ પટ્ટો જોયો. ત્યારબાદ તેના પર રૂસી જાસૂસ હોવાનો આરોપ લગાવાયો હતો.  એવુ કહેવાય રહ્યુ હતુ કે રૂસે આ વ્હેલને સમુદ્રની જાસૂસી માટે ટ્રેડ કરી રાખી છે. પણ જ્યારે સોશિયલ મીડિયા પર વ્હેલના ફોન પરત કરવાનો વીડિયો વાયરલ થયો ત્યારથી લોકો વ્હેલના ખૂબ વખાણ કરી રહ્યા છે. આવો જોઈએ આ વીડિયો. 

 
નોર્વેના ડાયરેકટર ઓફ ફિશરીઝ જોર્ગેન રી વીગે એક ઈંટરવ્યુમાં જણાવ્યુ કે બેલ્યૂગા વ્હેલના જીવને ખતરો હોઈ શકે છે તેથી તેના સંરક્ષણ માટે તેને આઈસલેંડ સ્થિત અભ્યારણ્ય મોકલવામાં આવશે.