ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. રોમાંસ
  4. »
  5. ગુજરાતી લવ ટિપ્સ
Written By વેબ દુનિયા|

લવ ટિપ્સ - શુ આપ લગ્નજીવન સુખી બનાવવા માંગો છો ?

P.R
તમે ક્યારેય નોટિસ કર્યું છે કે તમારી આસપાસની યુવતીઓ એવા જ યુવકો પર ફિદા હોય છે જેઓ હંમેશા હસી-મજાક કરતા રહે છે કે પછી અકડું નહીં રહીને હળવા મૂડમાં રહે છે? આ ઉદાહરણ તમારા લગ્નજીવમાં વ્યાપેલી ખટાશને પણ ભગાડી શકે છે. કોઇપણ કારણસર વ્યગ્ર રહેતા પતિ-પત્ની જો હંમેશા દરેક વાતોને હળવાશથી લે અને એકબીજા વચ્ચે વ્યાપેલી ગેરસમજણો કે તણાવને હસી-મજાકના માધ્યમ દ્વારા દૂર કરવાનો પ્રયાસ કરે તો તેમને નહીં ધારી હોય તેવી સફળતા મળશે. કઇ રીતે? જાણીએ...

આ રીતે બચાવો લગ્નજીવનને...

1. આજકાલ મોટાભાગના કપલ પોતાના સંબંધમાં નિરસતાની ફરિયાદ કરતા રહે છે. પરસ્પર થતી બોલાચાલી કરતા આ પરિસ્થિતિ એકદમ અલગ છે. મૂળ રૂપે તેનો અર્થ છે સંબંધમાંથી મોજમસ્તી કે હસી-મજાક ઓછી થઇ જવી. જો તમારી સાથે પણ આવું થઇ રહ્યું હોય તો તમારી જાતમાં બદલાવ લાવો અને પાર્ટનર સાથે હળવા મૂડમાં રહો.

2. જો તમારા લગ્નમાં તણાવભરી સ્થિતિ સર્જાયેલી રહે છે તો પરિસ્થિતિ ખરેખર બેકાબુ બની ગઇ છે. માટે ટેન્શન ઓછું કરી સ્થિતિ બદલવાનો પ્રયાસ કરવા હસીમજાક કરતા વધુ સારો બીજો કોઇ માર્ગ નથી. તમે સાથે બેસી લડાઈ-ઝઘડાની નાદાની પર હસી શકો છો. આ પ્રકારે તમારી બંને વચ્ચેનો તણાવ ઓછો થઇ જશે.

3. તમે અચાનક તમારી જાતને લાઇટ મૂડમાં ફેરવી ન શકો. તમારા પાર્ટનરને આ મજાક લાગશે. માટે તમારા વ્યવહારમાં મીઠાશ લાવો અને કોઇ પ્રેક્ટિકલ જોકથી વાતાવરણને હળવું બનાવવાનો પ્રયાસ કરો. પણ ધ્યાન રાખો કે તેમાં નિર્દયતા કે ક્રૂરતા ન હોય. મજાક એવી હોવી જોઇએ જેનો અહેસાસ સુખદ હોય અને તમારા પાર્ટનરને તેમાં કંઇક એવું દેખાય જે પહેલા તેણે જોયું ન હોય.

4. સાથે બેસીને કોમેડી શૉ નિહાળો. આનાથી ખરેખર ખાસ્સી મદદ મળે છે. આજકાલ આવા અનેક શૉ ટીવી પર ઉપલબ્ધ હોય છે. યાદ રાખો, મોટા-મોટા પુસ્તકો તમારા લગ્નજીવનને બચાવવામાં જોઇએ એવી કોઇ મદદ નહીં કરે. માટે તેને છોડીને ફની વસ્તુઓ શોધો. આનાથી તમે ખરેખર નજીક આવશો.

5. આજકાલ પતિ-પત્ની વચ્ચેના સંબંધમાં વધી રહેલા તણાવ અને છૂટાછેડાનું મુખ્ય કારણ છે કામકાજમાં નિષ્ફળતા. તેની નિરાશા હંમેશા સંબંધોમાં રીફ્લેક્ટ થાય છે. દિવસભરના થાક બાદ જ્યારે પતિ-પત્ની ઘરે પરત ફરે છે ત્યારે એકબીજાને આપવા માટે તેમના સ્વભાવમાં ચીડિયાપણા સિવાય બીજું કંઇ બચ્યું હોતું નથી. આવા સમયે જો થોડો સમય સાથે બેસીને કોઇ હાસ્ય પીરસતો શૉ નિહાળવામાં આવે કે પછી ગમે તે એકની પહેલથી હાસ્યસભર વાતો કરવામાં આવે તો વાતાવરણ એકદમ હળવું બની શકે છે.

ટૂંકમાં હસી-મજાક એવી વસ્તુ છે જે સંબંધોમાં વ્યાપેલી ગમે તેવી કડવાશને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે. તમે પણ તમારા પાર્ટનર સાથેના ખટાશભર્યા સંબંધને દૂર કરવા માટે આ માર્ગ અચૂક અપનાવી શકો છો.