લવ ગુરૂ : રોજ એક દાડમ વાયગ્રાનું કામ કરે છે

વેબ દુનિયા|

P.R
જો તમે દાડમનું જ્યુસ પીતા હો તો તમારે સેક્સ ડિઝાયર વધારવા માટે વાયગ્રા લેવાની જરૂરત નથી. ક્વિન માગ્રેટ યુનિર્વસિટી એડિનબર્ગમાં થએલી એક રિસર્ચમાં આ દાવો કરવામાં આવ્યો છે.

રિસર્ચમાં જણાયું છે કે દાડમનું જ્યુસ સેક્સની ઇચ્છાને જગાડનારા હોર્મોન ટેસ્ટાસ્ટેરોનની માત્રા વધારે છે. આ માત્રા 16 થી 30 ટકા વધી જાય છે. એટલું જ નહીં જો કોઇ રોજ દાડમનું જ્યુસ એક ગ્લાસ પીવે તો સેક્સની ઇચ્છા સાથે તેની યાદ શક્તિ અને મૂડ પણ ઠીક થઇ જાય છે. કહેવાય છે કે આ પ્રયોગ 58 લોકો પર કરવામાં આવ્યો છે અને જે 21 થી 64 વર્ષની ઉમ્મરનાં હતાં તેના પર આ નુસખો અજમાવવામાં આવ્યો હતો. ખુશીની વાત એ છે કે દાડમનું જ્યુસ પુરૂષ અને મહિલાઓ એમ બંન્ને માટે કારગત છે.
દાડમનું જ્યુસ હ્રદયને સ્વસ્થ્ય રાખવા અને બ્લડ સરક્યુલેશન માટે પણ કારગત સાબિત થાય છે. દાડમનું જ્યુસ પિવાથી નેગેટિવ ઇમોશન પોઝિટીવ ઇમોશનમાં ફેરવાઇ જાય છે.


આ પણ વાંચો :