લવ ટિપ્સ - તુમ રૂઠી રહો, મે મનાતા રહુ....

વેબ દુનિયા|

P.R
તમે તમારા પાર્ટનરને પ્રેમ તો કરો છો, પણ વાતે વાતે તેનું ચિડાઇ જવું કે નારાજ થઇ જવું તમને સહેજપણ પસંદ નથી. તમે એકલા આવી સમસ્યાથી પીડાતા નથી, તમારી આસપાસ પણ એવા ઘણાં છે જે પોતાના પાર્ટનરના આવા વર્તનથી પરેશાન રહે છે. ઘણાં લોકો આવી પરિસ્થિતિથી કંટાળી જઇ તેમના પાર્ટનર સાથેના સંબંધો પર પૂર્ણવિરામ મૂકવાનું વિચારવા લાગે છે. પણ આ સાચો માર્ગ નથી. તમે આવી પરિસ્થિતિમાંથી ઉગરી શકો છો. જરૂર છે પરિસ્થિતિને સહજતાથી હેન્ડલ કરવાની. જરૂર છે તમારી પત્ની કે ગર્લફ્રેન્ડને સમજાવાની. જોઇએ કઇ રીતે સાચવશો તમારા આ મહામૂલા સંબંધને...

રિસાય જવાનું કારણ જાણો - સૌથી પહેલા એ જાણવાનો પ્રયાસ કરો કે આખરે તેનો મૂડ ખરાબ થવાનું કારણ શું છે. જો કારણ વાજબી હોય તો પહેલા પહેલા એ ભૂલોને સુધારવાનો પ્રયાસ કરો. બની શકે કે રજાના દિવસે તમે ટીવી, ન્યૂઝપેપર અને ગેઝેટ સાથે ચોંટેલા રહેતા હોવ તે તેમને પસંદ ન હોય, જેવી રીતે તમે શોપિંગમાં કલાકો બગાડો છો તે તેમને પસંદ નથી.
'કુછ મીઠા હા જાએ' - જ્યારે પાર્ટનરનો મૂડ બગડેલો હોય તો તેના માટે ચોકલેટ કે કંઇ બીજું સ્વીટ ઓર્ડર કરો. થોડા સમય માટે તે શાંત થઇ જશે. સાથે મનના કોઇ ને કોઇ ખૂણા પર તેમને બહુ સારું લાગશે.

શોપિગ કરાવો - ચાહે ગર્લફ્રેન્ડ હોય તે વાઇફ, શોપિંગ માટે તે ક્યારેય ના નહીં પાડે. તેના મૂડને કન્ટ્રોલમાં રાખવા માટે તેને થોડા થોડા સમયે શોપિંગ પર લઇ જાઓ। વિશ્વાસ રાખો તેમને આ ગમશે અને તમારા સંબંધ માટે પણ આ બહુ સારું સાબિત રહેશે.
વાદવિવાદ ટાળો - જ્યારે પાર્ટનર કોઇ વાતને લઇને ઇરિટેટ થઇ રહી હોય ત્યારે તેના મૂડને ઇગ્નોર કરી શકો છો. બની શકે કે આનાથી તેને ખરાબ લાગે પણ તમને શાંતિ મળશે. અને થોડા સમય પછી એનો મૂડ સારો પણ થઇ જશે.

સરપ્રાઇઝ આપો - ગરમા-ગરમ આર્ગ્યુમેન્ટ બાદ સ્વીટ સરપ્રાઇઝ આપીને તેને ચોંકાવી દો. ફ્લાવર્સ આપો, મૂવી ટિકિટ લઇ આવો. કોઇ રોમેન્ટિક પ્લાન બનાવો. સ્વાભાવિક છે તેને આ બધાની ક્યારેય આશા નહીં હોય. આવામાં તે લાંબા સમય સુધી તમને છંછેડાયેલા મગજની નહીં દેખાય.
ડિનર પર જાઓ - જો તે કોઇ વાત પર ભડકેલી હોય તો ફટાફટ તેને બિઝી કરી દો. જેમ કે તેને તમે ડિનર પર લઇ જઇ શકો છો. વાસ્તવમાં ઘણીવાર ખાલી મગજ પણ પરેશાનીનું કારણ બની જતું હોય છે.

ક્લિયર કમ્યુનિકેશન હંમેશા રાખો - તેને તમારી આદતોથી ચીઢ છે. તમારા કોઇ મિત્રને તે પસંદ નથી કરતી કે તમારું મોડે સુધી કામ કરવું તેને પસંદ નથી પડતું તો આ વિષે તેની સાથે ક્લિયર કમ્યુનિકેશન રાખવું જ જોઇએ. તમે તેને કહી દો કે તમારા જીવનમાં કેટલીક એવા જરૂરિયાતો છે, વસ્તુઓ છે જેને તમે બદલી નથી શકતા અને તેણે આવી બાબતોને લઇને તમારી પર નારાજ ન થવું.
વાત કરવી જરૂરી - જો ઉપરની તરકીબોથી પણ વાત ન બને તો ઠંડા દિમાગે વાત કરો. તેને જણાવી દો કે તમારા માટે તે કેટલી મહત્વની છે અને તેના આ રીતે નારાજ થઇ જવાથી તમે કેટલા પરેશાન થઇ જાઓ છો. તેને પૂછો કે જો તમે પણ નાની-નાની વાતને લઇને નારાજ થઇ જશો કે ખોટું લગાડી દેશો તો તેને કેવું લાગશે. એ પણ જણાવો કે આવી નાની-મોટી આફતો ધીમે-ધીમે તમારા સંબંધ પર નકારાત્મક અસર પાડી શકે છે.


આ પણ વાંચો :