રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી વાર્તા
Written By

ગુજરાતી વાર્તા -એક વેપારી

મેલી વિદ્યાઓ દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરી ધનિક ભક્તોને શીશામાં ઉતારી શેતાન સંતો જાતે ભોગ વિલાસ ભોગવે છે. નિ: સ્પૃહી સાચા સંતને સાદી સરળ ઝૂંપડી સિવાય કંઈ જ અપેક્ષા હોતી નથી. ઉલ્ટું ધન-સમૃદ્ધિ એને તો બાધારૂપ બને છે.

આવા નિ: સ્પૃહી એક સંત પાસે બે નંબરી આવક ધરાવતો એક વેપારી સોના-ચાંદીના સિક્કા લઈને આવ્યો અને કહ્યુ બાબા, મે સાંભળ્યુ છે કે આપના આશીર્વાદ ફળે છે. આ ધન સંપત્તિ દક્ષિણારૂપે લઈને આનાથી દસ ગણી ધના-સંપત્તિ મળે એવા આશીર્વાદ આપો. સંતે સ્મિત સાથે કહ્યુ, તમારે ત્યા તમારા ગુરૂ વ્યાખ્યાન આપવા આવવાના હોય તેમની વ્યાસપીઠ અને શ્રોતાઓ માટે તમે ગાલીચા પાર્થયા હોય તમારો દિવાનખંડ સજાવ્યોહોય એવામાં કોઈ ગાંડો ઘૂસી જાય અને ગુરૂજીના વ્યાસપીઠ પર પેશાબ કરી જાય તો તમે શુ કરો ?

વેપારીએ કહ્યુ - એને હુ મારી મારીને ખોખરો કરી તેને ગામ બહાર મોકલી દઉ.

સંત કહે - જુઓ શેઠ મે મારી ઝૂંપડી ગૌ ગવ્યથી લીંપીગૂંપી પવિત્ર કરી છે અને ઈશ્વરના આગમન માટે તપ-સાધના કરતો હ અતો, ત્યા તમે આવી આ ધન સંપત્તિની વિષ્ટા કરી,મારી ઝૂંપડીની પવિત્રતા બગાડી નાખી, બોલો મારે શુ કરવુ ?

વેપારી સમજી ગયા, પૈસાનુ પોટલું લઈ, પ્રણામ કરી કંઈ પણ બોલ્યા ચાલ્યા વિના પલાયન થઈ ગયા.