ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By

ગુજરાતી રેસીપી- પાપડ કઢી

ભોજન સાથે પપાડ ખાવું ઘણા લોકોને ભાવે છે. પણ શું તમે પાપડથી બનતી ટેસ્ટી કઢીનો સ્વાદ લીધું છે. જો નહી તો આજે જ તે લંચ કે ડિનરમાં બનાવો. 
સામગ્રી 
8 પાપડ 
1/2 કપ દહીં 
1/2 નાની ચમચી મરચા પાવડર 
1/2 નાની ચમચી ગરમ મસાલા પાવડર 
1/2 નાની ચમચી ધાણા પાવડર 
1/2 નાની ચમચી મેથી દાણા 
4 લીલા મરચાં લાંબી સમારેલી 
1 ચમચી સમારેલું કોથમીર 
1 ચમચી તેલ 
મીઠું સ્વાદપ્રમાણે 
 
વિધિ
- કઢી બનાવા માટે સૌથી પહેલા પાપડના 5-6 ટુકડા કરી લો અને તેને 2 મિનિટ માટે પાણીમાં પલાળી રાખો. 
- એક બીજા બાઉલમાં દહીંમાં મીઠું, હળદર પાવડર અને ધાણા પાવડર નાખી સારી રીતે મિક્સ કરો. 
- એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં મેથાદાણા નાખી ફ્રાઈ કરો. 
- જ્યારે મેથી દાણા તડકવા લાગે તો તેમાં સમારેલી લીલા મરચા અને મરચા પાવડર નાખી હળવું શેકી લો. 
- હવે ફેંટેલા દહી અને એક  કપ પાણી નાખી સારી રીતે મિક્સ કરવુ. 
- જ્યારે પેનમાં ઉકાળ આવી જાય તો તેમાં પાપડ અને ગરમ મસાલા મિક્સ  કરી 1-2 મિનિટ સુધી પકાવો. 
- પાપડ કઢી તૈયાર છે. સમારેલી કોથમીરથી ગાર્નિશ કરી લંચ કે  ડિનર સાથે સર્વ કરવું.