શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: મંગળવાર, 14 જૂન 2016 (17:00 IST)

ભજિયા/પકોડા નો સ્વાદ વધારવા આ ટિપ્સ યાદ રાખો

ભજીયા બનાવતા પહેલા જો આ ટિપ્સ અજમાવશો તો તેનો સ્વાદ વધી જશે. સાથે જ આ ક્રિસ્પી અને ક્રંચી પણ બનશે. 
ટિપ્સ 
 
- ક્રિસ્પી અને ક્રંચી ભજીયા બનાવવા માટે તેના મિશ્રણમાં એક ચમચી કોર્ન ફ્લોર નાખી દો. ભજીયાનો સ્વાદ વધી જશે. 
 
- ટિક્કી કે પેટીસ બનાવતા પહેલા બટાકાને સારી રીતે બાફી લો. બાફ્યા પછી જો તેને થોડીવાર ફ્રિજમાં મુકવામાં આવ્યા પછી ઉપયોગમાં લેવામાં આવે તો તેનો સ્વાદ વધી જશે. આવુ કરવાથી ટિક્કી કરારી પણ બનશે. 
 
- ભજીયાના મિશ્રણમાં જો ગરમ પાણી અને અડધી ચમચી બેકિંગ સોડા મિક્સ કરીને બનાવવામાં આવે તો તે વધુ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બનશે. 
 
- ભજીયા હંમેશા તેજ તાપ પર તળો. તેનાથી તેનો રંગ સોનેરી અને ખાવામાં કરારા લાગશે.