રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: મંગળવાર, 8 જૂન 2021 (19:33 IST)

ખાટી- મીઠી ભાખરવડી બનાવીને કરો તૈયાર ટી ટાઈમ માટે પરફેક્ટ નાશ્તો

ચાની સાથે સર્વ કરવા માટે મોટાભાગે મઠરી કે ભુજિયા જ લોકો બનાવે છે પણ જો તમે કઈક નવુ ટ્રાઈ કરવા ઈચ્છો છો તો ગુજરાતી ભાખરવડી સ્વાદિષ્ટ રેસીપી છે. ખાટી-મિઠી સ્વાદ મજેદાર ભાકરવડી બનાવવા માટે મેંદીની જરૂર પડશે. તો ચાલો જાણીએ કેવી રીતે તૈયાર કરી ખસ્તા અને કરકરી ભાખરવડી 
 
સામગ્રી
એક કપ મેંદો 
ચણાનો લોટ - બે ચમચી 
આમલીની ચટણી
નારિયેળનો ભૂકો 
એક ચમચી તલ 
ખાંડ સ્વાદમુજબ 
એક ચમચી ધાણા પાઉડર 
વરિયાળી પાઉડર 
મરચાં પાઉડર 
આદું પાઉડર 
ગરમ મસાલા 
મીઠું 
અજમા 
તેલ
આ રીતે બનાવો
ભાકરવડી બનાવવા માટે મેંદામાં બે ચમચી તેલ, એક ચપટી અજમા, મીઠુ અને બે ચમચી ચણાનો લોટ અને થોડો પાણી નાખી લોટ બાંધીને થોડીવાર માટે મૂકી દો. તેમજ નારિયેળના ભૂકામાં તલ, ખાંડ એક 
 
ચમચી, ધાણા પાઉડર, વરિયાળી પાઉડર, મરચાં પાઉડર, આદું પાઉડર, ગરમ મસાલા, મીઠું નાખી ઝીણ્ય પાઉડર બનાવી લો. 
હવે મેંદાને ચિકણો કરી નાના-નાના લૂંઆ બનાવીને ગોળ વળી લો. વળેલી પૂરીના 2 ભાગમાં કાપો. હવે તેના પર ચટણી લગાવીને ફેલાવી દો. એક નાની ચમચી મસાલા નાખી સમાન કરતા ફેલાવો. હવે બીજા ભાગ પર પણ ચટણી અને મસાલા નાખવું. કિનાર પર થોડો પાણી લગાવી તેને રોલ કરી ચોંટાડવો. બન્ને બન્ને ખુલ્લા કિનાર બંદ કરવી અને રોલ કરતા થોડો પાતળૉ અને લાંબો કરી લો. બીજા ભાગને પણ આ જ અરીતે રોલ કરીને તૈયાર કરો. હવે તેને અડધા ઈંચના ટુકડામાં કાપવું. ટુકડાને પ્લેટમાં રાખો. હવે તૈયાર ભાખરવડીને અડધા કલાક માટે આમજ છોડી દો. ત્યારબાદ તેલમાં તળવું. મજેદાર ભાખરવડી સ્નેક્સ તૈયાર છે. તેને જ્યારે હોય ચા -કૉફીની સાથે લઈ શકો છો. તેને ચટણી કે સૉસ સાથે પણ સર્વ કરી શકો છો.