શનિવાર, 30 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Modified: બુધવાર, 4 મે 2022 (02:59 IST)

Remedies For Ants- કીડી ભગાડવાના ઉપાય

ગરમી વધતાની સાથે ઘરમાં કીડીઓ (Ants) ની પરેશાની વધી જાય છે અહીં અમે તમને કેટલાક ઘરેલૂ ઉઓઅય જણાવી રહ્યા છે જેને અજમાવીને કીડીઓના ત્રાસથી મુક્તિ મળી શકે છે. 
 
એવુ કહેવાય છે કે ધરતી પર જેટલો ભાર બધી કીડીંઓનો છે તેટલું જ ભારત માણસાનો પણ છે અને જેટલા માણસ છે તેટલા જ મરઘાં પણ છે. કીડીઓ મૂળત: બે રંગની હોય છે લાલ અને કાળી. કાળી કીડીને શુભ ગણાય છે, પણ લાલને નથી. લાલ કીડીના વિશે કહેવું છે કે ઘરમાં તેમની સંખ્યા વધવાથી કર્જ પણ વધી જાય છે અને આ કોઈ સંકટની સૂચના પણ હોય છે. તેથી લોકો કીડિઓની મારવાની દવા પણ લે છે અને બધી લા કીડીઓને મારી નાખે છે
 
હળદર 
ઘરમાંથી કીડીઓને ભગાવવા માટે હળદરનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક હોય છે. જ્યાં પણ કીડી દેખાય ત્યાં થોડી હળદર છાંટી દો. કીડી ત્યાંથી ચોક્કસ જ ભાગી જશે.
 
કપૂર 
પૂજામાં કામના દરમિયાન આવતુ કપૂર કીડીઓ માટે અસરકારી હોય છે.  કપૂર અલમારી અને પથારીમાં રાખવાથી કપૂરની ગંધ ત્યાં ફેલાઈ જાય છે અને તે ગંધની કારણે કીડીઓ ત્યાં નથી આવતી. 
salt
મીઠુ 
મીઠુ દરેક રસોડામાં હોય છે. તમને માત્ર આટલુ જ કરવુ છે કે પાણીમાં મીઠુ નાખીને તેને ઉકાળી લો. ઠંડા કરીને તેને એક સ્પ્રેયરમાં ભરીને રાખી લો જ્યાં કીડીઓ હોય ત્યા આ પાણીનો સ્પ્રે કરો. 
લવિંગ 
જો તમારા ખાંડના ડબ્બામાં કીડી ચડી ગઈ હોય તો એ ડબ્બામાં થોડી લવિંગ રાખી દો. આ પછી કીડીઓ આ ડબ્બાની આસપાસ પણ નહિં દેખાય.
Biryani leaf
તમાલપત્ર 
ઘરમાં જ્યાં કીડી હોય ત્યાં તમાલપત્ર રાખી દો તેના ગંધથી કીડીઓ આવવાથી રોકાશે. 
લાલ મરચુ પાઉડર 
જો તમારા ઘરમાં ઘણી કીડી થઈ ગઈ હોય તો ઉકળતા પાણીમાં મીઠુ અને લાલ મરચું નાંખો. પછી કીડી વધારે હોય તેવી જગ્યાએ આ પાણી છાંટો