ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. સ્વતંત્રતા દિવસ
Written By અલ્કેશ વ્યાસ|

ભારત બાબતે મળતાં પરિણામો

જુલાઇ 2004 અને જૂન 2005 વચ્ચે એક સંસ્થા ‘એનએસએસ’ની મારફત થયાં એક સર્વે પ્રમાણે ભારતમાં બેકારી, કામકાજ અને જનસંખ્યાથી લાગેલાં પરિણામો બાબતે ગામો અને શહેરોમાં અલગ-અલગ રીતે આ પરિણામો સામે આવ્યાં છે :

1.) સર્વેમાં કુલ 8000 ગામો અને 4600થી વધુ શહેરી વિસ્તારોને લેવામાં આવ્યું હતું.

2.) તેમાં કુલ 124,680 મકાનોને શામેળ કરવામાં આવ્યું હતું, જેમાંથી 79,306 મકાનો શહેરોમાં અને બાકી 45,374 મકાનો શહેરોમાં આવેલાં હતાં.

3.) કુલ 6 લાખથી વધુ લોકોને આ બાબતે પ્રશ્નો કરવામાં આવ્યાં હતાં, જેમાંથી લગભગ 4લાખ લોકો ગામોમાં અને બાકીના 2 લાખ લોકો શહેરોમાં હતાં.

4.) આમાં મુખ્ય રીતે સાત વર્ગના લોકોને લેવામાં આવ્યું હતું : હિંદુ, મુસ્લિમ, ઇસાઇ, સિખ, જૈન, બુદ્ધ અને અન્ય વર્ગ. તેમાં મુખ્ય રીતે ત્રણ વર્ગોના લોકો રહ્યાં છે- હિંદુ, મુસ્લિમ અને ઇસાઇ; જ્યારે કે એક ઘરના પ્રમુખે આપેલી વિગતો પ્રમાણે જ પૂરા કુટુંબ માટે ગણવામાં આવ્યું હતું.

5.) ‘મકાનો’ બાબતે ગામોમાં 84 ટકા હિંદુઓમાંથી 83 ટકા પોતે તેમના જ મકાનમાં રહે છે; જ્યારે કે 10 ટકા મકાનોમાં 12 ટકા મુસ્લિમો રહે છે. આની સામે ફકત 2 ટકા ઇસાઇઓ પોતે તેમના જ મકાનમાં રહે છે.

6.) આની સામે ‘મકાનો’ બાબતે શહેરોમાં 80 ટકા હિંદુઓમાંથી 77 ટકા પોતે તેમના જ મકાનમાં રહે છે; જ્યારે કે 13 ટકા મકાનોમાં 16 ટકા મુસ્લિમો રહે છે. આની સામે ફકત 3 ટકા ઇસાઇઓ પણ પોતે તેમના જ મકાનમાં રહે છે.

7.) સ્ત્રીઓ અને પુરૂષો વચ્ચેનો અનુપાત : ઇસાઇ વર્ગમાં સૌથી ઓછો અંતર જોવામાં આવ્યો હતો. તે પ્રમાણે ગામો સાથે શહેરોમાં પણ 1000 પુરૂષો સામે 994 સ્ત્રીઓ બને છે; જ્યારે કે મુસ્લિમોમાં 1000 પુરૂષો સામે 968 સ્ત્રીઓ ગામોમાં, અને તેમજ 932 સ્ત્રીઓ શહેરોમાં રહી હતી. આ બધાં સામે સૌથી વધુ અંતર હિંદુ વર્ગ માટે બન્યો હતો; અને તે રીતે 1000 પુરૂષો સામે 961 સ્ત્રીઓ ગામોમાં ને 912 સ્ત્રીઓ શહેરોમાં રહી હતી.

8.) ગામોમાં કામકાજ ધરાવતાં લોકો :ગામોમાં પોતાનું કામકાજ રાખતાં લોકોમાં 37 ટકા હિંદુઓ છે, જે ખરી રીતે ફકત ખેતરવાડી માટેનું કામ મેળવે છે. આની સામે ગામોમાં 35 ટકા ઇસાઇઓ અને 26 ટકા મુસ્લિમો પોતાનું ખેતરવાડીનું કામ મેળવી રહ્યાં છે. તે પ્રમાણે જ, ખેતરવાડી સિવાય બીજાં કામકાજોમાં લાગેલાં 14 ટકા હિંદુઓ, 28 ટકા મુસ્લિમો અને તેમજ 15 ટકા ઇસાઇઓ આવેલાં છે. મજૂરી કરતાં ગામના લોકોમાં 37 ટકા હિંદુઓ સામે 32 ટકા મુસ્લિમો આવ્યાં છે;જ્યારે કે ઇસાઇઓ ઓછાં છે.

9.) શહેરોમાં કામકાજ ધરાવતાં લોકો : શહેરોમાં પોતાનું કામકાજ રાખતાં લોકોમાં 36 ટકા હિંદુઓ છે, આની સામે શહેરોમાં 27 ટકા ઇસાઇઓ અને 49 ટકા મુસ્લિમો પોતાનું કામ મેળવી રહ્યાં છે. તે પ્રમાણે જ, મજૂરીમાં લાગેલાં લોકોમાં 43 ટકા હિંદુઓ, 30 ટકા મુસ્લિમો અને 47 ટકા ઇસાઇઓ આવેલાં છે.
અસ્થાયી રીતે થોડા સમય માટે કામ કરતાં શહેરી લોકોમાં 12 ટકા હિંદુઓ સામે 14 ટકા મુસ્લિમો આવ્યાં છે; જ્યારે કે ઇસાઇઓની સંખ્યા 11 ટકા રહી છે.

10.) અશિક્ષા બાબતેની સ્થિતિ : સૌથી વધુ ભણેલાં લોકો ઇસાઇ વર્ગમાં ( ગામો અને શહેરોમાં ) રહ્યાં છે; જ્યારે કે હિંદુઓ અને મુસ્લિમોમાં ‘અશિક્ષા’ની દિક્કત વધુ છે. તે રીતે, ઇસાઇ વર્ગના લોકોમાં 20 ટકા પુરૂષો અને 31 ટકા સ્ત્રીઓએ ગામોમાં રહેતાં કોઇ ભણતર કર્યું નથી; જ્યારે કે શહેરોમાં ફક્ત 6 ટકા ઇસાઇ વર્ગના પુરૂષો અને 11 ટકા સ્ત્રીઓએ ભણતર કર્યું નથી. આની સામે ગામોમાં હિંદુઓ અને મુસ્લિમોમાં એક સરખી રીતે લગભગ 59 ટકા સ્ત્રીઓ ભણેલી નથી. તે રીતે જ, શહેરોમાં પણ પુરૂષો બાબતે ભણતરમાં મુસ્લિમોની સંખ્યા હિંદુઓ સામે વધુ બને છે.

અશિક્ષા અને બેકારી કઇ રીતે દૂર થઇ શકે છે ?

1.) વધુમાં વધુ લોકોને ‘ભણતર’ આપવા બાબતે બનાવેલી યોજનાઓ સામે અમલ કરવું જોઇએ.
2.) નવા કામકાજો માટેના અવસર શોધતાં સ્થાઇ રીતે રોજગાર આપવો જોઇએ.
3.) સમાજમાં બનેલી કુરીતિઓ અને અપરાધો સામે સખત રીતે કાર્યવાહી થવી જોઇએ.
4.) નાના બાળકો સાથે વડીલોને પણ ‘મફત ભણતર’ માટેની યોજના બાબતે જણાવવું જોઇએ.
5.) નવા કામકાજ અથવા પ્રશિક્ષણ આપવાની માટેની બરોબર વ્યવસ્થાઓ રાખવી જોઇએ.