ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. રોમાંસ
  4. »
  5. પ્યાર હી પ્યાર
Written By વેબ દુનિયા|

લવ ટિપ્સ : શુ થાક તમારી લાઈફને પ્રભાવિત કરે છે ?

P.R
ભાગદોડ ભરેલ જીંદગી અને કામના દબાવને કારણે માનવી પોતાના શરીરનુ યોગ્ય રીતે ધ્યાન નથી રાખી શકતો. ખાન-પાનમાં બેદરકારી અને એનર્જી આપનારા યોગા અને વ્યાયામ ન કરવાને કારણે માણસ જ્યારે કોઈ નાનકડું કામ પણ કરે છે તો જલ્દી તેને થાકનો અનુભવ થવા માંડે છે. થાક માટે સૌથી વધુ જવાબદાર કોર્પોરેટ ઓફિસ કલ્ચર અન એ ઘણા કલાકો સુધી સતત ખુરશી પર કામ કરવુ છે. દિવસભર કામ પછી થાકથી સૌથી વધુ પ્રભાવ માણસના સંબંધો પર પડે છે. થાક પછી વ્યક્તિ પોતાના સંબંધીઓ અને પાર્ટનર સાથે વધુ વાત નથે કરી શકતો અને પાછળથી સંબંધો તૂટવાનું આ મુખ્ય કારણ હોય છે.

થાકને કારણે સંબંધો પર પ્રભાવ - થાકથ પછી વ્યક્તિનુ મગજ અને મન ચિડચિડુ થઈ જાય છે. દિવસભરના થાક પછી પુરૂષ કે મહિલાને કોઈની સાથે પણ વાત કરવામાં કોઈ રસ રહેતો નથી. થાક પછી એકાએક જ મન ચિડચિડુ થઈ જાય છે. જો ઘરમાં બાળકો હોય તો તેને ઈગ્નોર કરવામાં આવે છે. આ કારણે વ્યક્તિ પોતાના જ ઘરના લોકોને નજરઅંદાજ કરવા લાગે છે.

પાર્ટનર સાથે સંબંધ - થાક પછી વ્યક્તિની સેક્સ લાઈફ સંપૂર્ણ રીતે પ્રભાવિત થાય છે. થાકને કારણે વ્યક્તિની અંદરનો જોશ સમાપ્ત થઈ જાય છે અને તે પોતાના પાર્ટનરને બિલકુલ પણ સંતુષ્ટ નથી કરી શકતો. પાર્ટનરને નજરઅંદાજ કરવાથી ગેરસમજ ઉભી થાય છે અને તમારા સાથી સાથેના સંબંધોમાં અંતર આવવા માંડે છે.

થાકને કારણે બગડેલા સંબંધોને બચાવવા માટેની ટિપ્સ

-કામના બોજથી તમે ગમે તેટલા થાકી ગયા હોય, પણ તમારા પાર્ટનર અને બાળકો સાથે પ્રેમથી વ્યવ્હાર કરો

- પાર્ટનર અને બાળકોની જરૂરિયાતને સમજો. થાકને કારણે ગુસ્સે થઈને તમારી વાત થોપવાની કોશિશ ન કરશો.

- ઘરમાં બાળક હોય તો તેની સાથે પ્રેમથી વાત કરો. તેની પાસે જઈને તેણે આખો દિવસ શુ કર્યુ તેની માહિતી મેળવો

- ઓફિસેથી ઘરે આવતા થાકને કારણે મોઢા પર તણાવ ન રાખશો, પાર્ટનર સામે ઉતરેલુ મોઢુ લઈને ન જશો. ઘરના લોકોને એવો અનુભવ ન થવા દો કે તમારા સર્વિસ કરવાથી તેઓ કશુક મિસ કરી રહ્યા છે.

- મેટ્રો સિટીની લાઈફસ્ટાઈલે જીવનનો અંદાજ બદલી નાખ્યો છે. દિવસભર ઘરથી બહાર રહ્યા પછી વ્યક્તિ જ્યારે ઘરે જાય છે તો ઘરના લોકો તેની પાસેથી સારા વ્યવ્હારની આશા રાખે છે. પણ થાક અને તણાવને કારણે તે આવુ નથી કરી શકતો. તેથી ઘરે જતા પહેલા તમારા ખાસ મિત્રો સાથે એકાદ કોફી સાથે થોડી ગપસપ મારીને હલ્કા થઈ જાવ.

- સવારે તમારા પાર્ટનર કે બાળકોએ તમને કંઈક યાદ રાખવાનું કહ્યુ હોય તો તેને લખી લો, અને ઘરે જતી વખતે તે લખેલુ એકવાર જોઈ લો. આવુ તો મોટાભાગે બને છે કે સવારે તમે ઘેરથી નીકળતી વખતે કોઈ વચન આપ્યુ હોય પણ દિવસભરના કામમાં તમે સાંજ સુધી તે ભૂલી જાવ. તેથી દરેક વાતને પોઈંટ આઉટ કરવાની ટેવ સંબંધોમાં વિશ્વાસ જગાવે છે.