વિનાશ અને સર્જન અગ્નિ રૂપી સિક્કાની બે બાજુઓ છે. અગ્નિની સંહારકતાથી દરેક વ્યક્તિ વાકેફ છે. એક તરફ, ભભૂકતી આગની લપટોમાં આવેલી તમામ ચીજો ભસ્મીભૂત થઈ જાય છે. બીજી તરફ, માટીમાંથી ઘડા બનાવતો કુંભાર પોતે બનાવેલી ચીજોને મજબૂતી પ્રદાન કરવા માટે તેઓને આગની ભઠ્ઠીમાં હોમી દે છે. વિશ્વના ખૂણેખૂણે આગની મદદથી જ રસોઈ તૈયાર કરવામાં આવે છે. પારસી લોકો અગ્નિ દેવતાની પૂજા-આરાધના કરે છે. આમ, અગ્નિનો ઉપયોગ રચનાત્મકતા માટે કરવો કે વિનાશ માટે, તે વ્યક્તિના કાર્ય ઉપર આધારિત છે. વડોદરાનો એક અનોખો કલાકાર પ્રજ્વલિત અગ્નિની મદદથી મનમોહક ચિત્રોનુ નિર્માણ કરીને આગનો કલાત્મક ઉપયોગ કરી રહ્યો છે... |