મુખપૃષ્ઠ > વિવિધ > અનોખુ વિશ્વ > અનોખુ તથ્ય > પેઇન્ટીંગના ઉપજ્યા કરોડો !
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
પેઇન્ટીંગના ઉપજ્યા કરોડો ! Search similar articles
વેબ દુનિયા
PRP.R
ભારતીય ચિત્રોના કદરદાનો, દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ જોવા મળે છે. શુક્રવારે યોજાયેલ ઓનલાઈન હરાજીમાં ભારતીય ચિત્રકારોની કૃતિઓના કુલ રૂ. 29 કરોડ ઉપજ્યા હતા. આ ચિત્રો તેની સામાન્ય કિંમત કરતાં 72 ટકા વધુ કિંમતે વેચાયા હતા. આ હરાજીમાં 18 જેટલાં ભારતીય કલાકારોએ ભાગ લીધો હતો.

હરાજીના પ્રથમ કલાકમાં જ ચિત્રોની કિંમતો તેની સર્વોચ્ચ ટોચે પહોચી હતી. આ હરાજીમાં વિવિધ દેશોમાંથી 575 લોકોએ ઓનલાઈન ભાગ લીધો હતો. જેમાં સૌથી વધુ કિંમત સુબોધ ગુપ્તાનાં " આઈડલ થીફ-1 " ને રૂ. 4.28 કરોડ મળ્યાં હતાં. જ્યારે ગુપ્તાની વધુ એક કૃતિ "સાત સમુદ્ર પાર" રૂ. 3.4 કરોડમાં વેચાઇ હતી.

ટી.વી.સંતોષનું વ્હેન યોર ટારગેટ ક્રાઈ ફોર મર્સી રૂ.2.8 કરોડમાં, અંજુ ડોડીયાનું ધ સાઈટ રૂ.1.05 કરોડમાં વેચાયું હતું. સેફ્રોનઆર્ટ દ્વારા યોજીત આ હરાજીમાં મોર્ડન અને સમકાલીન ભારતીય કળા, તેમજ કુદરતનાં વિવિધ રૂપોને લઈને ચિત્રો બનાવ્યા હતા.
1 | 2 | 3 | 4 | 5  >>  
ઘણું બધુ
ગુજરાતના આકાશમાં UFO દેખાયું !!
દક્ષિણ ગુજરાતમાં દરિયાની જમીન પર ચડાઈ
મગર જોવા પ્રાણી સંગ્રહાલયમાં કેમ જવું ??
ક્લોનીંગની મદદથી સ્નીફર ડોગનુ પ્રજનન
પાંડા પ્રજનન કેન્દ્ર બનાવવા ચીન તૈયાર
વિશ્વ ધરોહરની યાદીમાં ભારતના 26 સ્થળો