ધારદાર બ્લેડ વડે પોતાના હાથ ઉપર ચીરો પાડીને તેમાંથી નિગળતાં લોહીમાં પીંછી ઝબોળીને મનમોહક ચિત્રોની રચના કરતાં અનોખા કલાકારે ભારે કુતુહલ સર્જયુ છે. આણંદ જિલ્લાના ખોબલા જેવડા ગામ બાકરોલમાં રહેતા દિનેશ શ્રીમાળી નામના યુવાન ચિત્રકારને પહેલેથી જ કંઈક નવુ કરવાની ઘેલછા હતી. કોરા કાગળ ઉપર વિવિધ રંગોના માધ્યમથી અદભૂત ચિત્રો બનાવતાં દિનેશને દેશ અને દુનિયા માટે પોતાનુ જીવન ન્યૌછાવર કરી દેનાર અનેક મહાપુરુષોના ચરિત્ર આકર્ષીત કરતાં હતા. અંતે તેણે મહાપુરુષોના ચિત્રો દોરવાનો નિર્ણય લીધો. પરંતુ, ગાંધીજી, સરદાર પટેલ જેવા અનેક મહાનુભાવોએ સમાજના ઉત્થાન માટે આપેલા બલિદાનોને જોતાં તેમના ચિત્રોમાં પણ કંઈક નવુ... |