મુખ પૃષ્ઠ  વિવિધ  સૌંદર્ય  લેખ
 
ત્વચાની દેખભાળ
ભાવિનકુમાર નકુમ

ચહેરાને મનનું દર્પણ કહેવાય છે અને સુંદર ચહેરો કોને પસંદ ન હોય? માટે ચહેરાની ત્‍વચાને તેજસ્વી, ચમકદાર અને આકર્ષક રાખવા માટે ખાસ દેખભાળની જરૂર છે. મેકઅપ દ્વારા થોડા સમય માટે ચહેરાને નવું સ્‍વરૂપ આપી શકાય છે. પરંતુ તેના દ્વારા ઘણી વખત કોમળ ત્‍વચાને નુકશાન પણ થઇ શકે છે. જ્યારે હર્બલ પદ્ધતિ દ્વારા ચહેરાનો ‍િનખાર લાંબા સમય સુધી રહે છે અને નુકશાન નથી થતું. આપણે ચહેરાની ત્‍વચાનો નિખાર હર્બલ દ્વારા કેવી રીતે લાવી શકાય તે જોઇએ.

સુકી ત્વચા માટે.

- જેમની ત્‍વચા સામાન્ય અને સુકી હોય તેમણે એક કપ ઠંડા દૂધમાં એક ચમચી તેલ (કોઇ પણ) નાખી મિક્સ કરી ને રૂ દ્વારા ચહેરાની ત્‍વચાને સાફ કરવા ઉપયોગમાં લઇ શકાય. વધેલા મિશ્રણને ફ્રિજમાં રાખી બાદમાં ઉપયોગમાં લઇ શકાય છે. (બે દિવસથી વધારે ન રાખવું)

- ૨પ મી.લી. બદામનું તેલ, પ મી.લી. વ્હીટજર્મ ઓઈલ અને બે ટીપા જેરેનિયમ તેલ ભેગા કરી એક બોટલમાં ભરી રાખો. રોજ રાત્રે ચહેરા પર લગાવી સૂઇ જવું. સવારે ગરમ પાણી દ્વારા ચહેરો ધોઇ નાખવો.

તૈલી ત્વચા માટે.
- સપ્રમાણ ગુલાબ જળ અને લીંબુનો રસ લો. બન્‍નેને મિક્સ કરી રૂ દ્રારા ચહેરા પર લગાવી ૮-૧૦ મિનીટ રાખી બાદમાં ધોઇ લેવું.
- એક કપ ચણાના લોટમાં એક ચમચી ચોખાનો લોટમાં એક ચમચો દહીં અને લીંબુનો રસ નાંખીને મિશ્ર કરી ચહેરા પર પંદર મિનીટ સુધી લગાવી રાખો. ત્યારબાદ થોડા ગરમ પાણીથી હળવા હાથે ચહેરો સાફ કરો.

મિશ્ર ત્વચા માટે.
- સપ્રમાણ ઠંડુ દૂધ અને કાકડીનો રસ લો તેમાં પા-ચમચી લીંબુનો રસ નાખી મિક્સ કરી રૂ દ્વારા ચહેરા પર ૮-૧૦ મિનીટ રાખી બાદમાં ચહેરો ધોઇ લેવો.