મુખ પૃષ્ઠ  વિવિધ  સૌંદર્ય  લેખ
 
ચાલીસ પછીની સુંદરતાં


દરેક મહિલાનું સ્વપ્નું હોય છે કે તે બધા કરતાં સુંદર દેખાય તેને માટે તે ગમે તેટલાં પ્રયોગો કરવા તૈયાર હોય છે. તેમાંય વળી ચહેરાને લઇને જો કોઇ વાત આવે તો તે ગમે તેટલાં પૈસા પણ ખર્ચ કરી નાંખે છે.પરંતુ ઉંમર વધવાની સાથે સાથે ચહેરો પણ ફિકો પડતો જાય છે. ચાલીસ પછી ઉંમરની અસર ચહેરા પર દેખાવા લાગે છે અને ચહેરા પર કરચલીઓ પડવાની શરૂઆત થઇ જાય છે અને તે જાણે કે ચહેરાની ચુગલી કરતી હોય તેવું લાગે છે.

કોઇ પણ સ્ત્રીને સદા યુવાન દેખાવું હંમેશા ગમે છે અને તેમાય વળી જો કોઇ તેને ઉંમર પૂછે લે તો તો જાણે કે હદ થઇ ગઇ. આજકાલ વર્કીંગ વુમનોને તો વધુ પડતી દોડધામ, કામનો ઓવર લોડ, થકાવટ, હતાશા, નિરાશા આ બધાને લીધે અને વળી પાછા ટાઇમના અભાવને કારણે ઉંમર ઓછી હોવા છતા પણ વધુ દેખાય છે. એટલાં માટે તેઓએ ત્વચાની કાળજી રાખવી ખુબ જ જરૂરી છે.

ચાલીસ બાદ મહિલાઓએ પોતાનાં ખોરાક અને ઉંઘ પર ખાસ ધ્યાન આપવું જોઇયે. તમને પુરતી ઉંઘ મળે છે કે નહિ અને ખોરાકમાં પણ બધાજ વિટામીન મળી રહે છે કે નહિ તેના પર વિશેષ ધ્યાન રાખવું જોઇએ. આ ઉંમરે પુરતી ઉંઘ ત્વચા માટે ખુબ જ જરૂરી છે.તેથી ઓછામાં ઓછી સાતથી આઠ કલાક સૂવુ જોઇયે. વધુ પડતો તણાવ ચહેરા પર ચોખ્ખો જણાઇ આવે છે તેથી બને તેટલો તણાવ ઓછો કરવો જોઇયે. નિયમીત રીતે વ્યાયામ તેમજ યોગ ધ્યાન કરવાથી તણાવને ઓછો કરી શકાય છે.

ચાલીસ બાદ મહિલાઓએ તેમનાં ભોજનમાં કઠોળ, શાકભાજી, ફ્રૂટસ તેમજ દૂધનો ઉપયોગ વધુમાં વધુ કરવો જોઇયે. નિયમીત એક ગ્લાસ જ્યુસ પીવો જોઇએ તેમજ ચરબી વાળા ખોરાક ટાળવાં જોઇએ. એક લીંબૂ અને મલાઇ વગરનું અડધો લીટર દૂધ તેમનાં ખોરાકમાં નિયમીત રૂપે લેવું જોઇયે. લીબૂમાંથી વિટામીન સી અને દૂધમાંથી કેલ્શીયમ વગેરે પૂરતાં પ્રમાણમાં શરીરને મળી રહે છે.વળી આ ઉંમર રજોનિવૃત્તીની હોવાથી સ્વાભાવિક રીતે આ ઉમરમાં મહિલાઓને ઘુંટણનો દુખાવો, પગનો દુખવો તેમજ કમરનો દુખાવો વગેરે સમસ્યાઓ વધી જાય છે. તેને માટે તમે ડૉક્ટરની સલાહ મુજબ વિટામીન સી અને કેલ્શીયમની ગોળીઓ પણ લઇ શકો છે.

ઉંમર વધવાને કારણે ત્વચામાં ડિહાઇડ્રેશનનું પ્રમાણ વધી જાય છે જેને કારણે ત્વચાની કોમળતા ઓછી થઇ જાય છે.તેટલાં માટે નહાતાં પહેલાં શરીર પર બદામનાં તેમજ જૈતુનનાં તેલની માલીશ કરીને નહાવું જોઇયે. નહાયા બાદ એકદમ નરમ ટુવાલથી પોતાનું શરીરને લુછવું જોઇએ. કદાપી ત્વચાને ઘસીને લુછવી જોઇયે નહિ તેને એક્દમ હલકા હાથે જ લુછવી જોઇએ. ત્યાર બાદ થોડી ભીની નરમ ત્વચા પર કોઇ સારું બોડી લોશન લગાવવું જોઇજેથી કરીને ત્વચાની કોમળતાં જળવાઇ રહે.

અઠવાડિયામાં એકવાર મેનિક્યોર, પેડિક્યોર અવશ્ય કરો જેથી કરીને તમારા હાથ પગની સારી સફાઇ થશે તો તે તમારી ઉંમરનો અંદાજ ઓછો કરી દેશે. યાદ રાખો કે કોઇ પણ મહિલાની ઉંમરનો અંદાજ તેનાં હાથ તેમજ ગરદન પરથી આવે છે માટે જ્યારે પણ તમે કોઇ લોશન કે ક્રિમ લગાવો તો તેને તમારા હાથ અને ગરદન પર લગાવવાનું ન ભુલશો.

અઠવાડીયામાં એકાદ વાર એક વીસ લીટરની ડોલમાં એક કપ દૂધ તથા એક ચમચી મિલ્ક પાવડર નાંખો, તેમાં થોડાક ટીપાં ચંદનનાં તેલનાં અને પોતાના પસંદનાં પરફ્યુમનાં નાંખો ત્યાર બાદ તે પાણીને ધીમે ધીમે તમારા શરીર પર રેડીને નહાઓ. સપ્તાહમાં બે વખત બે ચમચી મધ, પંદરથી વીસ ટીંપા લીંબૂનો રસ, અડધી ચમચી મલાઇ વગેરેને ભેગા કરીને ચહેરા પર લગાવો અને અડધા કલાક પછી ચહેરાને નવશેકા પાણીથી ધોઇને કોઇ સારી વિટામીનયુક્ત ક્રીમ લગાવો.

જો તમે અઠવાડિયા દરમ્યાન વધુ પડતુ કામ કરતાં હોય તો એક દિવસ આરામ કરો અને જો અઠવાડિયા દરમ્યાન ઓછું કામ કરતાં હોય તો એક દિવસ વધુ કામ કરો. વળી થોડુક આધ્યાત્મિક સાહિત્યનું વાંચન પણ કરો આ તમારા વિચારો તેમજ માનસિકતાને બદલે છે. જો તમારી માનસિકતા સારી હશે તો તેની સીધી અસર તમારી ત્વચા પર પડશે.જો તમારું સ્વાસ્થ્ય સારું હશે તો તમારી ત્વચા એની મેળે જ સાફ અને કોમળ દેખાશે.

આ ઉંમરમાં થોડુક ચીડચીડાપણું આવી જાય છે તેનાથી બચવું જોઇયે. વળી ઉંમરનાં પરિવર્તનને તમારા પર હાવી થવા દેશો નહી, પરંતુ તેને પૂરી ગરીમા સાથે પોતાનાપણું મહેસુસ કરો. દિવસમાંથી થોડોક સમય તમારા માટે પણ કાઢો અને અને વધુ ઉંમરમાં પણ તમારું લાવણ્ય સજાવીને રાખો.

પારૂલ ચૌધરી



































ઘણું બધુ
નવવધુના સાજ શણગાર
કેવી રીતે વધારશો હાથોની કોમળતા
નખની સારસંભાળ
વાળની સમસ્‍યા
ત્વચાની દેખભાળ
સૌંદર્ય