મુખ પૃષ્ઠ > વિવિધ > સૌંદર્ય > લેખ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
હેર કંડીશનર વાળ માટેનું એક સુરક્ષા કવચ.

પ્રદુષણ, ધૂળ, ઋતુઓમાં ફેરફાર, માનસિક ટેન્શન વગેરે જેવી વસ્તુઓ આપણા શરીર પર ખુબ જ અસર કરે છે. જેને લીધે ઘણી વખત ત્વચા અને વાળને લગતી સમસ્યાથી આપણે હેરાન થતાં હોઈએ છીએ.
W.DW.D


વાળની સંભાળ તો આપણે રાખીએ જ છીએ પરંતુ એ ભુલી જઈએ છીએ કે વાળને પણ પોષણની જરૂરીયાત હોય છે. જો તમારા વાળ એકદમ રફ અને ડ્રાય થઈ ગયાં હોય તો તમારે સમજવાનું કે તમારા વાળને જરૂરીયાત છે હેર કંડીશનરની. કંડીશનરને કારણે તમારા વાળમાં એકદમ ચમક આવી જશે અને સાથે સાથે તે એક્દમ નરમ અને મુલાયમ પણ થઈ જશે.
ત્યાર બાદ તમે તમારા વાળમાં મનગમતી હેર સ્ટાઈલ પણ કરી શકશો અને તેને આસાનીથી ખુલ્લા પણ છોડી શકશો.

વાળમાં હેર કડીંશનર કરવા માટે તમે તેને બજારથી પણ ખરીદી શકો છો અને જાતે ઘરે પણ બનાવી શકો છો. વાળમાં હેર કંડીશનર લગાવતાં પૂર્વે વાળને પહેલા શેમ્પુથી ધોઈ લો. ત્યાર બાદ વાળની લંબાઇ મુજબ અથવા બે થી ત્રણ ઢાંકણ કંડીશનર લઈને તેને વાળમાં લગાવી દો અને તેને 10- થી 15 મિનિટ સુધી તેમ જ રહેવા દો. ત્યાર બાદ વાળને ખુબ જ સારી રીતે ધોઈ લો. કંડીશનરનો ઉપયોગ તમે અઠવાડીયામાં એક વખત કરી છો.

જો બજારમાં મળતાં કંડીશનરનો ઉપયોગ કરવા ન માંગતાં હોય તો તમે તેને ઘરે પણ બનાવી શકો છો. એક ઇંડુ, લીંબુનો રસ અને સરકાના પ્રયોગ દ્વારા પણ વાળની સારી માવજત કરી શકાય છે. જો તમારે ઇંડાનો ઉપયોગ ન કરવો હોય તો વાળ ધોયા બાદ લગભગ બે-ત્રણ કપ પાણીમાં અડધું લીંબુ નીચોવીને વાળને આ પાણીથી ધોઈ લો ત્યાર બાદ તમારે બીજા પાણીથી પણ વાળ ધોવાની જરૂરત નથી.

જો તમે મહેંદીનો ઉપયોગ કરતાં હોય તો તે પણ એક સારૂ કંડીશનર છે વાળ માટે. તમે જ્યારે પણ વાળમાં મહેંદી કરવાના હોય તેના બે-ત્રણ કલાક પહેલા મહેંદીમાં દહી મિલાવીને તેને પલાળી લો અને ત્યાર બાદ તેને તમારા વાળમાં લગાવો તેનાથી પણ તમારા વાળને સારૂ કંડીશનર મળશે. પણ હા મહેંદીને વાળનાં મૂળમાં ક્યારેય પણ ન લગાવશો.

આ રીતે ઘરગથ્થુ વસ્તુઓનો ઉપયોગ કરીને પણ તમે તમારા વાળની સારી રીતે માવજત કરી શકો છો અને તેને ચમકીલા અને મુલાયમ બનાવી શકો છો.
ઘણું બધુ
બોડી સ્ક્રબથી વજન ઉતારો
બ્યુટી પાર્લરના કાયદા કાનૂન
ચાલીસ પછીની સુંદરતાં
નવવધુના સાજ શણગાર
કેવી રીતે વધારશો હાથોની કોમળતા
નખની સારસંભાળ