સ્ટાઇલીશ દેખાવ
|
આજકાલ પોતપોતાની ચિંતાવાળા યુગમાં સ્કુલ, કોલેજ અને વર્કીંગ વુમનો તેમજ મહિલાઓમાં ફેશનનો એક નશો છવાયેલો છે. બજારમાં પણ તમે જુઓ તો ફેશનને ધ્યાનમાં રાખીને જ ખરીદી કરે છે.
જેમકે અત્યારે ટ્રેડીશનલ એમ્બ્રોડરી, શાઈની લુક અને ઇંડો વેસ્ટર્નની સાથે સાથે બ્રાઇટ કલરનો લુક વધુમાં વધું જોવા મળે છે. ફેશનની સાથે સાથે થોડુક પોતાનાપણુ પણ હોય છે. અને તેને અનુરૂપ સ્ટાઇલીશ વસ્તુઓજોવાની અને બતાવવાની દોડમાં આજકાલની યુવતીઓ પણ ભાગ લઈ રહી છે.
આજકાલ બજારમાં ઘણી બધી સ્ટાઇલના જુદા જુદા બેગ પણ જોવા મળે છે જે આકર્ષક હોવાની સાથે સાથે સ્ટાઇલીશ અને ખુબ જ સુંદર પણ હોય છે. આમાં અલગ અલગ સ્ટાઇલથી બનેલ પેપર બેગ, જૂટ બેગ અને પર્સ વગેરેમાં કેટલાય પ્રકારની અગણિત વસ્તુઓ બજારમાં જોવા મળે છે. જેના દ્વારા તમે બધાથી અલ્ગ દેખાઇ શકો છો.
વળી હવે તો જુદી-જુદી બ્રાંડના ખુબ જ સુંદર અને સ્ટાઇલીશ ચપ્પલ પણ મળે છે તેથી તમારા કપડાઓને મેચ થતાં ચપ્પલ ખરીદીને તેનાથી તમારી સ્ટાઇલમાં તમે નવો નિખાર લાવી શકો છો.
જો તમારે વધારે સ્તાઇલીશ દેખાવું હોય અને તમને બંગડીનો શોખ હોય તો તમે તમારા ડ્રેસને મેચ થતી બંગડીઓ પણ ખરીદી શકો છો. જેમાં તમને વિવિધ વેરાયટી મળી જશે જેમકે હવે તો કાચ સિવાય પણ ઘણી બધી ધાતુની બંગડીઓ મળે છે. જે તમને એકદમ ટ્રેંડી લુક આપી શકે છે.
હા જો તમે ડ્રેસ પહેર્યો હોય તો તેની સાથે સ્ટાઇલીશ બિંદી જરૂર લગાવો જેનાથી તમે એકદમ અલગ જ લાગશો. પણ હા બિંદી લગવતી વખતે તે બાબતનું ધ્યાન જરૂર રાખો કે તે પ્રસંગોનુસાર હોવી જોઇએ.
આ રીતે તમે સ્ટાઇલીશ દેખાઇ શકો છો પરંતુ હા જો તમારે વધું સ્ટાઇલીશ દેખાવું હોય તો થોડા થોડા સમયે તમે તમારો લુક બદલી શકો છો એટલે કે વાળની હેરસ્ટાઇલ બદલો, કપડામાં થોડોક થોડોક ચેંજ લાવો જેનાથી તમે વધું સ્ટાઇલીશ દેખાઇ શકો છો.
પરંતુ વધું પડતાં સ્ટાઇલીશ દેખાવા જતાં એ વાતનું જરૂર ધ્યાન રાખો કે તમે જે પણ પહેરો છો જે પણ હેરસ્ટાઇલ રાખો છો તે તમને શુટ થાય છે કે નહી. નહીતર એવું ન બને કે સ્ટાઇલીશ દેખાવાને બદલે વધું ખરાબ દેખાવ.