હવે શિયાળાની શરૂઆત થઈ રહી છે ત્યારે આપણે આપણા શરીર પર થોડુક વધું ધ્યાન આપવું જોઈએ. કેમકે શિયાળામાં ત્વચા વધું રુક્ષ થઈ જાય છે. અને સાથે સાથે એડીઓ પણ ફાટે છે. એડીઓ ફાટવાના ઘણાં કારણો છે. શિયાળામાં પગની ત્વચાની સ્વેદ ગ્રંથિયોમાંથી સિબેશિયસ સેકિસન નામનો એક પ્રકારનો સ્ત્રાવ નીકળે છે, જેન આ કારણે ત્વચા સુકાવા લાગે છે અને ઠંડી હવાને કારણે તે ફાટવા લાગે છે. ખુલ્લા પગે ચાલવાથી પણ પગથી એડીઓ ફાટી જાય છે.
થાય છે એવું કે ખુલ્લા પગે ચાલવાથી એક પ્રકારની ફંગસ પગના સંપર્કમાં આવે છે અને તે ધીમે ધીમે વધવા લાગે છે અને તે આખા પગમાં ફેલાઈ જાય છે ને પગની ત્વચાને ફાડી નાંખે છે. આ સિવાય આપણે ઘરમાં સાબુ અને ડિટરજેંટ પાવડરને લીધે પણ એડીઓ ફાટી જાય છે. પ્લાસ્ટીકના ચંપલ પહેરવાથી પણ એડીઓ ફાટી જાય છે.
ડાયાબિટીશ, વધું વજનને કારણે શરીરનો વજન પગ પર પડવાથી શરીરમાં વિટામીન, આયરન કે કેલ્શિયમની ઉણપને કારણે એડીઓ ફાટવા લાગે છે. જ્યારે પણ તમારી એડીઓ ફાટે ત્યારે તેની ઉપેક્ષા ન કરશો. કેમકે ફાટેલી એડીઓમાં કિટાણુંના સંક્રમણની શક્યતાઓ વધી જાય છે. જેના કારણે સ્થિતિ ખતરનાક પણ થઈ શકે છે.
એડીઓને ફાટવાથી બચાવવા માટે ખુલ્લા પગે આમતેમ ફરશો નહી. પગમાં બને ત્યાં સુધી ચંપલ રાખો. ડિટરજેંટ, સાબુ વગેરેથી તમારા પગને બચાવો. ફાટેલી એડીઓની અંદર બે ચમચી પેટ્રોલીયમ જેલી કે વેસેલીન લઈને તેમાં અડધી ચમચી બોરીક એસિડ ભેળવીને તેને સારી રીતે મિક્સ કરી લો અને ત્યાર બાદ તેને ફાટેલી એડીઓ પર સવાર-સાંજ લગાવો.
મીણબતી, ગ્લીસરીન તથા વેસેલીન ત્રણેયને સરખી માત્રામાં લઈને ફાટેલી એડીઓ પર લગાવો અથવા વૈસેલીન તેમજ કેસ્ટર ઓઈલ સરખી માત્રામાં લઈને તેને ફાટેલી એડીઓ પર લગાવી શકો છો. ત્રણેય ઉપાયમાંથી ગમે તે એક ઉપાય નિયમિત રીતે કરવાથી 20 થી 30 દિવસમાં જ તમારી એડીઓ સુંદર, મુલાયમ અને કોમળ થઈ જશે.
|