મુખ પૃષ્ઠ > વિવિધ > સૌંદર્ય > લેખ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ત્વચાને ચમકતી રાખવા ધ્યાન માટે
W.D

તમે ભલેને ગમે તેટલો સારી ગુણવત્તાવાળા મેકઅપનો ઉપયોગ કરો પરંતુ જ્યાર સુધી તમારી ત્વચામાં ચમક નહી હોય ત્યાર સુધી બધું જ ફિક્કુ લાગશે. તો અહીં તમારી ત્વચાને ચમકતી રાખવા અને તેમાં ગુલાબીપણું સાચવી રાખવા માટે થોડીક ટેપ્સ આપી છે-

- હંમેશા એવા મોઇશ્ચરાઈઝરની પસંદગી કરો જે વનસ્પતિ ઓઈલમાંથી બનેલ હોય. ઓશન, ક્રીમ કે બોડી ઓઈલ જે કંઈ પણ તમે પ્રયોગ કરો તેમાં વનસ્પતિ તેલ હોવું જોઈએ નહી કે ખનીજ તેલ. વનસ્પતિ તેલની અંદર જૈતુનનું તેલ, બદામનું તેલ, મકાઈનું તેલ વગેરેનો સમાવેશ થાય છે જેમાં ફૈટિ એસીડ હોય છે જે ત્વચાને મુલાયમ બનાવે છે. જ્યારે કે ખનીજ તેલ પેટ્રોલીયમ પદાર્થોથી નીકળે છે અને ત્વચાને પોષણ આપવાની ક્ષમતા રાખતાં નથી.

- પોતાના કોસ્મેટીક્સમાં જડી બુટીઓનો સમાવેશ કરો. જડી બુટીઓ અને તેમના સત્વોથી જેવા કે તેલ, રસથી બનેલ કોસ્મેટીક્સ તમારી ત્વચાને રાહત આપવાની સાથે સાથે કસાવટ પણ આપે છે. આ બધામાં સૌથે આગળ છે લેવેંડર ઓઈલ અને ટી ઓઈલ. તેની અંદર પ્રાકૃતિક એંટીસેપ્ટીકના તત્વો હોય છે.

- અઠવાડિયામાં એકવાર પોતાના પગને ગરમ પાણીમાં ડુબાળી રાખો અને મૃત ત્વચાને પ્યુમીક સ્ટોન દ્વારા ધીરે ધીરે રગડીને દુર કરીને ત્યાર બાદ મોઈશ્ચરાઈઝર લગાવી દો.

- દર અઠવાડિયે પોતાના બાથ ટબમાં સમુદ્રી મીઠુ ભેળવી દો. મૃત સાગરના મીઠા દ્વારા ત્વચાની બધી જ અશુધ્ધિઓ બહાર નીકળી જાય છે.

- સ્નાન કર્યા બાદ પોતાની ત્વચા પર એવું મોઇશ્ચરાઈઝર લગાવો કે જેમાં પ્રાકૃતિક વનસ્પતિ તેલ હોય.

- જો તમારી ત્વચા બદરંગ થઈ રહી હોય તો સવારે અને રાત્રે સુતી વખતે પ્રાકૃતિક વનસ્પતિના તેલવાળું મોઇશ્ચરાઈઝર લગાવો કે પછી તેલની માલિશ પણ કરી શકો છો જેમકે સુરજમુખીનું તેલ કે ગલગોટાનું તેલ.

- ટોનર્સ કે એસ્ટ્રીજેંટનો ઉપયોગ કરતાં પહેલાં જોઈ લો કે તેમાં આલ્કોહોલનો તો પ્રયોગ કરવામાં આવ્યો નથી ને. આલ્કોહોલને કારણે ત્વચા સુખી થઈ જાય છે.

- જ્યારે પણ તમે હાથ ધુઓ ત્યાર બાદ મોઈશ્ચરાઈઝર અવશ્ય લગાવો.
ઘણું બધુ
ઠંડી હવામાં ત્વચાની સંભાળ
ફાટેલી એડીઓની ઉપેક્ષા ન કરશો
ફૂલો દ્વારા તમારા ચહેરાની રોનક વધારો
ત્વચાની સમસ્યા
સુડોળ બાજુઓ સુંદરતાની નિશાની છે.
સ્ટાઇલીશ દેખાવ