જો તમારું હાસ્ય આકર્ષક અને સ્વસ્થ છે તો તે તમારા આત્મવિશ્વાસનો પ્રતિક છે. સારા હાસ્યમાં દાઁતોની ભૂમિકાને નકારી ન શકાય. પરંતુ મોટાભાગે પોતાના દાંતની કાળજી નથી રાખતા. જ્યારેકે દાંતોનું સ્વસ્થ રહેવું બહુ જરૂરી છે.
દાંતોનું સૌદર્ય તેમની સ્વચ્છતા અને ચમકથી છે. ખોરાકને ચાવવા, ચહેરાની સુંદરતા વધારવા અને મુગ્ધ હાસ્ય વિખરાવવામાં દાંતોની ભૂમિકા મહત્વની છે. દાંતોને લગતી કોઈ બીમારીની સમસ્યા ન સર્જાય તે માટે જરૂરી છે તેની નિયમિત સફાઈ રાખવી. દાંતની સારી રીતે કાળજી ન રાખવાથી વ્યક્તિ દાંતોની સડન અને શ્વાસની દુર્ગધ વગેરેનો શિકાર બની જાય છે.
દાંતોના પ્રત્યે લાપરવાહી રાખવાથી મોઢામાં બેક્ટેરિયા વધી જાય છે. બેક્ટેરિયાથી ઉત્પન્ન સડન જ દાંતો અને મસૂઢો પર જામેલા મેલથી બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે. આ જ બેક્ટેરિયા ભોજનમાં રહેલા ખાંડની સાથે મળીને એસિડ બનાવે છે. જ્યારે એસિડ દાઁતના ઈનેમલમાં ખાડો કરી દે છે ત્યારે દાંત પડવાની શક્યતા વધી જાય છે. આવી જ રીતે આજકાલ મસૂઢોમાંથી રક્ત નીકળવું એ પણ એક સમસ્યા છે. જેમાં મસૂઢો અને દાંતોની વચ્ચે ખોરાકના કણ અટકી જવાથી મસૂઢા ફૂલી જાય છે. અને આમાંથી રક્ત આવવાનું શરૂ થઈ જાય છે. જો દાંતોનો મેલ સાફ ન કરવામાં આવે તો મસૂડા દાંતની કિનાર છોડવા માંડે છે. જેના કારણે ઠંડુ,ગરમ, ગળ્યુ કે ખાટું ખાવાથી દાંતમાં દુ:ખવા માંડશે. સાથે સાથે જો દાંત ભોજનને સારી રીતે ચાવી નહી શકે તો પાચન સંબધિત રોગ થવાની પણ શક્યતા છે.
કારણ
દાંતોની બીમારીયોનું કારણ ખાસ કરીને છે - મીઠાઈ, ચોકલેટ, જંકફૂડ, ફાસ્ટફૂડ, કોલ્ડ ડ્રિંક વગેરેનું વધુ પડતુ સેવન કરવુ, નિયમિત સફાઈ ન કરવી, ખાદ્યપદાર્થોનું દાંતોની વચ્ચે ફસાયેલું રહેવુ. દાંતોના તરફ બેદરકારી રાખવાથી તેમાં જલ્દી મેલ ભરાય જાય છે. આ મેલ પેટમાં જઈને અજીર્ણ, કબજિયાત, બવાસીર, ભૂખ ન લાગવી વગેરે રોગ ઉત્પન્ન કરે છે. જામેલા મેલથી ગળુ, તાળુ, અને જીભના રોગ થવાની શક્યતા પણ રહે છે. જો સમય પર ધ્યાન ન આપીએ તો દાંતોમાં પસ પડવા માંડે છે.અને પાયેરિયા રોગ પણ થઈ જાય છે. આ પરિસ્થિતિમાં મોઢામાંથી અસહનીય દુર્ગંધ આવવા માંડે છે.
સાવધાનીયો
દાંતોના રોગોથી બચવા માટે આપણે નિયમિત દાંતોની સફાઈ કરવી જોઈએ. દાંતોને સ્વસ્થ, સાફ, મજબૂત અને રોગમુક્ત રાખવાથી મંદાગ્નિ, કબજીયાત, પેચિસ અને મોઢુ, ગળુ, તાળુ, જીભ કે મસૂડાને સંબધિત રોગથી બચી શકાય છે. ક્યારેય પણ અધિક ઠંડા કે અધિક ગરમ ખોરાકનું સેવન ન કરવું જોઈએ.
જમ્યા પછી સલાડ ખાવ, જેનાથી દાંતોમાં ફસાયેલા અન્નના કણ નીકળી જાય છે. કોઈપણ મીઠાઈ ખાધા પછી કોગળાં અવશ્ય કરો. રોજ સવાર-સાંજ બ્રશ કરો.
આટલુ કરશો તો તમારું હાસ્ય હંમેશા ચમકતુ રહેશે.
|