ઠંડીની ઋતુમાં જો કે જલ્દી પથારી છોડવાનું મન નથી થતું. ભુખ વધી જાય છે અને શારીરિક કવાયત પણ ઓછી ઓછી થઈ જાય છે. પરંતુ થોડીક નાની નાની વાતોની સાથે જો સ્વારની શરૂઆત થાય તો આ ઋતુ તમારા સ્વાસ્થ્ય અને સૌદર્ય માટે વરદાનરૂપ સાબિત થશે.
ઠંડીની ઋતુમાં રૂમનું તાપમાન : વધારે પડતા ગરમ કે એરકંડીશનર રૂમમાં ન સુવો. આનાથી તમે શરદીથી તો બચી જશો સાથ સાથે સવારે ઉઠવા પર તમે વધારે તાજગી અનુભવશો.
પથારી છોડતાં પહેલાં વ્યાયામ જરૂરી : જેવા તમે પથારીમાંથી ઉભા થાવ છો તમારા શરીરને ખીંચો અને ઢીલું છોડો. આવું ચાર પાંચ વખત કરો. આવું કરવાથી શરીરની ગરમી અને તાપમાનમાં વધારો થશે. જો તમારી પાસે સમય હોય તો એક સ્થાને ઉભા રહીને જોગીંગ કરો. આવું કરવાથી તમારી અંદર સ્ફુર્તિ આવી જશે અને તમારા અન્ય કામો જલદી થઈ જશે.
તાજગીથી ભરેલ હોય સ્નાન : સ્નાન કરતી સમયે સાબુનો ઉપયોગ ન કરો. કોઇ પણ ઉબટન લગાવો. ખભા, ગરદન, પગ, હાથ, પીઠ વગેરેને ઉબટનથી રગડો અને ત્યાર બાદ સ્નાન કરો. આ રીતના સ્નાનથી તાજગી અને ગરમી અનુભવશો.
ભોજન બને તેટલુ વધુ ખાવ : આ દિવસોમાં ભુખ વધારે લાગે છે અને ભુખ્યા પેટે ઠંડી પણ વધું લાગે છે. સવારે પૌષ્ટિક નાશ્તો કરો. ખાવામાં ભરપુર ઉર્જા આપનાર ભોજનનો ઉપયોગ કરો. આમાં પ્રોટીન, પનીર, દૂધ, અનાજ, બટાકા, તાજા ફળ અને લીલાં શાકભાજીનું સેવન કરો. ગરમાગરમ સુપ લેવો પણ સ્વાસ્થ્ય માટે લાભદાયક રહેશે.
ગરમ કપડાં પહેરો : ઋતુને અનુસાર કપડાંઓની પસંદગી કરો. ગમતાં રંગોનો ઉપયોગ કરો. ઠંડીથી બચવાનો એક્માત્ર ઉપાય છે કે ભારે ગરમ કપડાં પહેર્યા કરતાં પાતળા અને ગરમ કપડાં વધારે પહેરો. અંદરના કપડાં કોટનના હોય તો વધું સારૂ રહેશે. મોજા પહેરવાથી શરમાઓ નહિ તેનાથી તમને આરામ પણ મળશે અને ત્વચાની સુરક્ષા પણ થશે.
ઠંડીની ઋતુમાં ચાલવાનું ફાયદાકારક : જો તમે કામકાજી હોય અને ઓફીસ તમારા ઘરથી વધારે દુર ન હોય તો શક્ય હોય તો તમે ચાલીને જાવ. આનાથી સંચાર વધશે અને ઠંડી ઓછી થશે. આ ઋતુમાં લીફ્ટનો ઉપયોગ ઓછો કરો. દિવસમાં બે-ત્રણ વખત સીડીઓ અવશ્ય ચઢો. આનાથી તમારા શરીરને વ્યાયામ થશે. જો તમારે ચાલવાનું ઓછું થતું હોય તો જ્યારે પણ સમય મળે ત્યારે ઘરની અંદર ચાલવાનું રાખો.
હાથ-પગને ફાટવાથી બચાવો : એડીઓ અને હોઠોને ફાટવાથી બચાવો. પગની માલિશ કરીન તેને ઠંડીથી બચાવો. ઘરમાં સ્લીપરની સાથે મોજા પહેરેલા રાખો. તેનાથી એડીઓ ફાટશે નહિ. હોઠ પર વેસેલીન કે ચેપસ્ટીક લગાવતાં રહો તેનાથી હોઠ સુકાશે નહિ.
કપડાં અને મેકઅપની પસંદગી : ગમતાં કપડાંની સાથે સાથે મેકઅપ પણ ગમતાં રંગનો કરો. બ્રાઉન કે લાલ રંગની સાથે સાથે જુદા જુદા શેડની લીપસ્ટીક આ દિવસોમાં ખુબ જ સારી લાગશે. જો તમે આંખોનો મેકઅપ કરતાં હોય તો સ્લેટી, ભુરા, સોનેરી અને ફાસ્ટ આઈશેડોનો ઉપયોગ કરો.
આ દિવસોમાં ઠંડી હવાની સાથે સાથે તડકાનો પણ પ્રભાવ પડે છે. તેથી કોલ્ડ ક્રિમની સાથે સાથે મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરી શકો છો. ત્વચાનું નરમપણું જાળવી રાખવા માટે પેટ્રોલીયમ, લેનોલીન, મિનરલ ઓઈલ, ગ્લીસરીન વગેરેઓ પ્રગો કરી શકો છો. આ બધાને કારણે તમારી ત્વચાનું નરમપણું જળવાઈ રહેશે.
|