મુખ પૃષ્ઠ > વિવિધ > સૌંદર્ય > લેખ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મોહક હાસ્ય દ્વારા જીતી લો દુનિયા
IFMIFM

કહેવામાં આવે છે કે વ્યક્તિનું હાસ્ય એવું હોવું જોઈએ કે આખી દુનિયાના દિલ જીતી લે. સારા હાસ્યના દિવાના બધા જ હોય છે પરંતુ કિસ્મતવાળા હોય છે તેઓ જેમના હોઠો પર સુંદર અને મોહક હાસ્ય હંમેશા તરતું રહે છે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સારા હાસ્ય માટે તમારા દાંત જ ચમકદાર હોય તે જરૂરી નથી પરંતુ તેને માટે બીજી વાતો પણ જવાબદાર હોય છે.

દક્ષિણી કેલીફોર્નિયા સ્થિત લોમા લીંડા યુનીવર્સીટી સ્કુલ ઓફ ડેંટીસ્ટ્રીના ડો. નિકોસન ડેવિસ જણાવે છે કે દાંતોનો સાચો આકાર, બધા જ દાંતોની એકસરખી પહોળાઈ, રંગ, આકાર અને આખા મોઢાની પહોળાઈ જેવી થોડીક હકીકતો છે જે હાસ્યને વધારે મોહક અને સુંદર બનાવે છે.

તેઓ જણાવે છે કે સાચા હાસ્યનું એક રહસ્ય બીજું પણ છે. તે છે દાંતોની સફેદી અને આંખોની સફેદીની અંદર તાલમેલ. જો દાંત અને આંખોની સફેદીનો તાલમેલ એક-બીજાથી સારો છે તો હાસ્યની અંદર ચાર ચાંદ લાગી જાય છે નહિતર આ ચહેરાથી બિલકુલ અલગ જ થઈ જાય છે.

ડો. ડેવિસ જણાવે છે કે લોકો ખાસ કરીને પોતાના દાંતોને ચમકાવવા માટે તેમને બ્લીચ કરતાં રહે છે જેનાથી તેમના દાંતોની સફેદી અને ચમક તો વધી જાય છે પરંતુ તેની તુલનામાં આંખોની ચમક ફીકી રહી જાય છે. આ સૌથી ખરાબ તાલમેળ છે. અનાથી હાસ્ય ભયાનક લાગે છે.

દાંતોનો આકાર આવો જોઈએ : દાંતોનો આકાર પણ મોહક હાસ્યનું પ્રમુખ કારણ છે. આ બધા જ જાણે છે કે દાંતોનો આકાર સામેથી લઈને પાછળ જવા સુધી ઓછો થતો જાય છે.

ડો. ડેવિસના જણાવ્યાં અનુસાર સામેવાળા દાંતની પહોળાઈ તેમની ઉંચાઈ કરતાં 80 ટ્કા હોવી જોઈએ જ્યારે કે પાછળવાળા દાંતોની પહોળાઈ તેમની લંબાઈની તુલનામાં 61.8 ટકા હોવી જોઈએ. હસતી વખતે આ વાતનું ધ્યાન પણ રાખવું જોઈએ કે દાંતના પેઢા ઓછા દેખાય.

દરરોજ માઉથ મેનીક્યોર કરો : લંડનના ડો. ઓલીવર હર્મન જેમના ક્લાયંટના લીસ્ટમાં હોલીવુડની અભિનેત્રી કેથેરિન જેટા જેન્સનો પણ સમાવેશ છે. તેમનું માનવું છે કે દાંતોના ડાઘા દુઅર કરવા માટે નિતમીતપણે મેનિક્યોર કરવું જોઈએ.

તેઓ જણાવે છે કે કોસ્મેટીક ડેંટીસ્ટ્રી ખુબ જ ખર્ચાળ છે. એટલા માટે તે શક્ય નથી કે દરેક વ્યક્તિ દાંતોને ચમકદાર બનાવી શકે પરંતુ નિયમીત માઉથ મેનીક્યોરથી ફક્ત દાંતોનું જ સૌદર્ય નથી નીખરતું પરંતુ મોઢાની ઘણી બિમારીઓને પણ દુર કરી શકાય છે.
ઘણું બધુ
શિયાળામાં સ્વાસ્થ્ય બનાવો
સ્વસ્થ ત્વચા માટે વિટામીન સી જરૂરી
સોનાથી ચહેરાને ચમકાવો
કેવી રીતે જાળવશો તમારા હાસ્યની સુંદરતા ?
મોઢાની દુર્ગંધની સમસ્યા
ત્વચાને ચમકતી રાખવા ધ્યાન માટે