મુખ પૃષ્ઠ > વિવિધ > સૌંદર્ય > લેખ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ફેસપેકથી બનાવો સુંદર ચહેરો
NDN.D

આજના આ ભાગદોડવાળા યુગમાં કોઈની પાસે એટલો ટાઈમ નથી રહેતો કે તે પોતાને ત્વચાની સારી રીતે સંભાળ રાખી શકે. આવામાં જો આપણે અઠવાડિયામાં એક વખત કે મહિનામાં એક વખત પણ આપણી ત્વચા માટે થોડોક ટાઈમ કાઢીએ તો આપણી ત્વચાને મુલાયમ અને વધારે સુંદર બનાવી શકીએ છીએ.

તમારા દ્વારા તમારી ત્વચાને આપવામાં આવેલ થોડોક ટાઈમ તમારી સુંદરતામાં ચાર ચાંદ લાગાવી દેશે. આવો અમે અહીંયા તમારા માટે થોડીક ખાસ ટીપ્સ લઈને આવ્યાં છીએ એવા ખાસ ફેસપેક જેનો ઉપયોગ કરીને તમે બની શકો છોખુબ જ સુંદર...

જ્યારે હોય કોમલ ત્વચા
સંતરાનો ફેસપેક : સંતરાની છાલને તડકામાં સુકવીને પીસીને પાવડર બનાવી લો. આ પાવડર 4-6 ગુલાબની સુકી પત્તીઓ, એક ચમચી મધ અને દૂધ ભેળવીને થોડીક ગાઢી પેસ્ટ બનાવો. આ પેસ્ટ 20 મિનિટ માટે ચહેરા પર લગાવી રાખો. ત્યાર બાદ ધોઈ લો.

સામાન્ય ત્વચા માટે :
સફરજનનો ફેસપેક : સૌથી પહેલાં સફરજનને કાપીને તેને મીક્સરમાં પીસી લો. ત્યાર બાદ આમાં અડધી ચમચી લીંબુનો રસ અને 2 ચમચી મધ ભેળવી લો. આ પેસ્ટને ફ્રીઝમાં 10 મિનિટ માકે મુકી રાખો. હવે આ ફેસપેક તૈયાર છે લગાવવા માટે. આ પેકને ચહેર પર 30 મિનિટ માટે લગાવી રાખો ત્યાર બાદ ધોઈ લો.

ર્તૈલીય ત્વચા માટે :
કાકડીનો ફેસપેક : કાકડીનો પેક બનાવવા માટે કાકડી, ઈંડાની સફેદી, એક ચમચી લીંબુનો રસ અને ફુદીનાના પાનને મિક્સ કરીને 10 મિનિટ માટે ફ્રિજમાં મુકી દો અને ત્યાર બાદ 15 મિનિટ સુધી ચહેરા પર લગાવી રાખીને ધોઈ લો.

જ્યારે ચહેરા પર ડાઘ દેખાય ત્યારે :
ટામેટાનો પેક : મિક્સરમાં 1 ટામેતાના પીસ, એક ચમચી જવનો લોટ અને એક ચમચી લીંબુનો રસ ભેળવીને પીસી લો. આ પેસ્ટને દસ મિનિટ સુધી ચહેરા પર લગાવીને નવાયા પાણીથી ધોઈ લો.

જ્યારે તમારા ચહેરાની ત્વચા થાકેલી હોય
પપૈયાનો ફેસપેક : પપૈયાના બીજ કાઢીને સ્લાઈસ કરીને તેને અડધા કપ દહીને સાથે મીક્સરમાં પીસી લો. હવે આ પેસ્ટને ચહેરા પર અને ગરદન પર લગાવી અને 20 મિનિટ બાદ ધોઈ લો.
ઘણું બધુ
સ્વાસ્થ્ય અને સૌદર્ય વર્ધક તેલ
ત્વચાની અંદર ફક્ત બે અઠવાડિયામાં નિખાર
મોહક હાસ્ય દ્વારા જીતી લો દુનિયા
શિયાળામાં સ્વાસ્થ્ય બનાવો
સ્વસ્થ ત્વચા માટે વિટામીન સી જરૂરી
સોનાથી ચહેરાને ચમકાવો