નાના બાળકોમાં ખાસ કરીને ડાયજેસ્ટિંગ પ્રોબલેમ રહે છે. બાળકોને દૂધ પીવડાવ્યા પછી તેમને ઓડકાર આવે છે અને ઘણી વખતે તો તે દૂધ પણ બહાર કાઢે છે. આમાં કોઈ ચિંતા કરવા જેવી વાત નથી આ એક સામાન્ય વાત છે.
દૂધ પીવડાવ્યા બાદ બાળકોના પેટમાં હવા ભરાઈ જાય છે જેના લીધે તેમને તકલીફ થાય છે.
આ તકલીફને દૂર કરવા માટે બાળકને દૂધ પીવડાવતી વખતે કે પછી દૂધ પીવડાવી દિધા બાદ તેને પોતાના ખભા પર સુવડાવીને તેની પીઠ હલ્કા હાથ વડે થપથપાવવી, જેથી કરીને તે સરળતાથી ઓડકાર લઈ શકે.
બાળકને આરામથી પોતાના ખોળામાં બેસાડો અને એક હાથ વડે તેની છાતી અને ગરદનને સહારો આપો અને બીજા હાથ વડે તેની પીઠને થપથપાવો.
બાળકને પોતાના ખોળામાં આરામથી સુવડાવી દો અને હળવા હાથે તેની પીઠ થપથપાવો. આનાથી બાળક સરળતાથી ડકાર લઈ શકશે અને તેની પાચન ક્રિયા પાણ સારી રહેશે.