સલાહ | લેખ | ઘરની શોભા | ચાઇલ્ડ કેર
મુખપૃષ્ઠ » વિવિધ » સૌંદર્ય » ચાઇલ્ડ કેર » સ્તનપાનને લગતાં મહત્વપુર્ણ સવાલ-1
 

N.D
એવું ઘણી વખત બને છે કે બાળકની દૂધની માંગ અચાનક જ વધી જાય છે અને આવુ ખાસ કરીને જ્યારે બાળક ત્રીજા સપ્તાહનું, છઠ્ઠા સપ્તાહનું અને ત્રીજા મહીનાનું હોય છે ત્યારે જ બને છે જ્યારે માતા પોતાના દૂધને લઈને ખુબ જ ચિંતામાં હોય છે. આ માટે મુંઝાશો નહિ, યાદ રાખો 'સ્તનપાન ડિમાંડ તેમજ સપ્લાય' નિયમ પર આધારિત હોય છે. જેટલી બાળકની માંગ વધશે, તેટલુ માતાનુ દૂધ પણ વધશે. જેથી કરીને કોઈ પણ ચિંતા કર્યા વિના બાળકને થોડા થોડા સમયના અંતરે દૂધ પીવડાવતાં રહો.

નોકરીયાત મહિલાઓને ચિંતા હોય છે કે તેઓ છ માસ સુધી પોતાના બાળકને પોતાનુ દૂધ નહિ પીવડાવી શકે. તો તેમણે ચિંતા કરવાની જરૂરત નથી. તેઓ જ્યારે પણ ઘરની બહાર જાય ત્યારે પોતાનું દૂધ એક સાફ વાટકીમાં કાઢીને ઘરે મુકીને જઈ શકો છો. આ દૂધ સામાન્ય તાપમાન પર છ થી આઠ કલાક સુધી તેમજ ફ્રિઝમાં 24 કલાક સુધી સુરક્ષિત રહી શકે છે. પ્રયત્ન કરો કે તમે વચ્ચે પણ થોડોક સમય કાઢીને ઘરે આવી શકો અને બાળકને સ્તનપાન કરાવી શકો તો આ સૌથી સારી વસ્તુ છે.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
સંબંધિત જાણકારી શોધો