સલાહ | લેખ | ઘરની શોભા | ચાઇલ્ડ કેર
મુખપૃષ્ઠ » વિવિધ » સૌંદર્ય » ચાઇલ્ડ કેર » સ્તનની યોગ્ય સંભાળ કરો
 

N.D
સ્તનપાન કરાવતી મહિલાઓને ઘણી વખત નાની મોટી મુશ્કેલીઓ ઉભી થઈ જાય છે. આમાં મુખ્ય મુશ્કેલીઓ નીચે મુજબ છે-

- એનગોર્જમેંટ જેવ સ્તનમાં સોજા આવી જવાં.
- નિપ્પલ સુકાઈ જવી.
- સ્તનની દૂધની નળીઓમાં રોકાવટ થવી.
- દૂધની નળીઓમાં બેક્ટેરિયાનું સંક્રમણ થવું.

સામાન્ય રીતે બધી જ મુશ્કેલીઓ યોગ્ય ઉપચાર વડે સરખી થઈ જાય છે પરંતુ જો મુશ્કેલી વધારે જણાતી હોય તો સારા ચિકિત્સક પાસે સલાહ લેવી જરૂરી છે. સ્તનપાન વખતે તાવ આવવો, દુ:ખાવો થવો, લોહીનો સ્ત્રાવ થવો, ચક્કર આવવા, ગાંઠો થઈ જવી, સ્તન લાલ થઈ જવા વગેરે જેવી મુશ્કેલીઓ ઉત્પન્ન થાય તો વિશેષજ્ઞની સલાહ લેવી જરૂરી છે. એટલા માટે જરૂરી છે કે સ્તનપાન કરાવવાની યોગ્ય ટેકનીક શીખી લેવી જોઈએ. આને માટે કોઈ જાણીતી પ્રશિક્ષિત નર્સ અને દાઈની પાસેથી જાણકારી લઈ શકાય છે. સ્તનપાન કરાવ્યા બાદ બાળકનું મોઢુ આંગળી વડે છોડાવવું જોઈએ. સ્તનપાન કરાવ્યા બાદ સુકા કપડા વડે સાફ કરવું સારૂ રહે છે. હંમેશા કોટનની બ્રા પહેરો અને તે પલળી જવા પર તેને બદલી દો. સ્તનપાન કરાવ્યા બાદ નિપ્પલ પર મોઈશ્ચરાઈઝર જરૂર લગાવો. સ્તન પર હાર્ડ સાબુનો ઉપયોગ ન કરવો અને પરફ્યુમ પણ ન લગાવશો.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
સંબંધિત જાણકારી શોધો