- કોઈ પણ પરિસ્થિતિમાં તેમને પોતાના પિતાની હાજરીથી દૂર ન કરશો. જો પિતાનું મૃત્યું થયું હોય તો બાળકોની સાથે તેમના વિશે વાત કરો, તેમની વાતોને જણાવો જેથી કરીને તેઓ પોતાના પિતાને ઓળખી શકે.
- જો તમારા ડિવોર્સ થઈ ગયાં હોય તો બાળકોને તેમના પિતાની સાથે ફોન પર વાત કરવા દો, તેમને મળવા દો, તેમની સાથે રજાનો સમય પસાર કરવા દો. બાળકોને એવું સમજાવવાનો પ્રયત્ન ન કરશો કે કોણ સાચુ છે અને કોણ ખોટું ? તેમને જાતે જ જાણવા દો કે શું સાચુ છે અને શું ખોટું છે?
- બાળકોને નાનપણથી જ આત્મનિર્ભર બનાવો. જેથી કરીને કોઈ પણ ઈમરજંસી પડે તો પોતાના નાના મોટા કામને તેઓ જાતે કરી શકે. આ બધી વસ્તુઓ ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓથી તમને બચાવશે.
- સ્વાભાવિક બાબત છે કે સિંગલ મધર્સ પોતાના બાળકને અન્ય માતા-પિતા કરતાં કેટલાયે ઘણો પ્રેમ કરે છે, પરંતુ ધ્યાન રાખો કે તમારો પ્રેમ તેની ઉંમરને અનુસાર રોક-ટોક ન લાગે. ઘણી વખત વધારે પ્રેમ બાળકોને બાંધી દે છે જેનાથી તેઓ સરખી રીતે વિકાસ નથી કરી શકતાં.