- જો તમે એકલા હોય તો કોઈ પણ એક પ્રોફેશનની પસંદગી કરો કેમ કે તમારા માટે અને તમારા બાળક માટે તમારે આત્મનિર્ભર થવું જરૂરી છે.
- બેંકમાં સેવિંગ એકાઉંટ, ફિક્સ્ડ ડિપોઝીટ, ઈંશ્યોરંસના જેટલા પણ રૂપિયા હોય તેનો હિસાબ બરાબર રાખો, જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે. બધા જ કાગળો માટે ફાઈલ મેઈનટેઈન કરીને રાખો.
- શરૂઆતથી જ પોતાના ઘર ખર્ચનો હિસાબ રાખો. મહીનામાં દરેક પ્રકારના ખર્ચનું એક બજેટ બનાવીને રાખો. સાથે થોડી સેવિંગ કરવાની પણ આદત પાડો.
- બાળક ટીનએજમાં પહોચે એટલે તમે તેને પાર્ટ ટાઈમ જોબ માટે પણ પ્રોત્સાહન આપી શકો છો. જેનાથી તે પોતાનો ખર્ચો જાતે કાઢી શકે.