- ઘણી માતાઓ જે ફિગર કોંશિયસ હોય છે તેઓ પોતાના બાળકોને સ્તનપાન કરાવતાં ડરે છે. પરંતુ બાળકને બોટલ વડે દૂધ પીવડાવવું ખુબ જ નુકશાનકારક છે. આનાથી તેમના શરીરને નુકશાન થાય છે.
- ઘણી વખત માતાઓ સુતેલા બાળકના મોઢામાં બોટલ લગાવી દે છે આનાથી ક્યારેક ગળાની નળીમાં દૂધની થોડીક માત્રા રહી જાય છે, જેનાથી બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને તેના ફેફસામાં નિમોનીયા જેવી ભયંકર બિમારી થઈ શકે છે. આ સિવાય બોટલ વડે દૂધ પીવડાવવાથી બાળકોના પેટમાં ડાયેરિયા અને ઝાડા જેવી સંક્રમણની ઘણી બિમારીઓ થઈ જાય છે.
- સતત બોટલ વડે દૂધ પીતા બાળકો ચાવવાવાળી વસ્તુઓ વધારે નથી ખાઈ શકતાં કેમકે તેમને ચુસવાની જગ્યાએ ચાવવું ઘણું મુશ્કેલ લાગે છે. જેથી કરીને બાળકને કબજીયાતની ફરિયાદ રહે છે.