બાળકોની સુરક્ષા માતા-પિતાની પ્રાથમિકતા હોય છે. જો તમે ઈચ્છતાં હોય કે તમારૂ બાળક હંમેશા સુરક્ષિત રહે તો તેને નીચેની વસ્તુઓથી દૂર રાખો-
- દવાઓ - સિક્કા, પિન, સોય અને અન્ય નાની નાની વસ્તુઓ - કાતર, ચપ્પુ, લાઈટ, માચિસ વગેરે. - સ્પ્રેની બોટલ. - પ્લાસ્ટિક બેગ્સ. - વધારે ભારે વસ્તુઓ કે જેનાથી ઈજા થવાનો ભય હોય. - વધારે કઠોર અને મોંઘી વસ્તુઓ. - ઈલેક્ટ્રીક વાયર અને કાર્ડસ, પ્લગ્સને સારી રીતે ચેક કરી લો કે તે ખરાબ તો નથી ને અને તેની ફિટીંગ તો બરાબર છે કે નહિ.