પિતાજી બની ગયાં પપ્પા

પિતાજી હવે પપ્પા બની ગયાં છે અને ડેડી ડેડ. આ માત્ર બોલચાલની જ ભાષા નથી પરંતુ સમયની સાથે તેમના વ્યવહારમાં પણ પરિવર્તન આવી રહ્યું છે. એક સમયે પિતાજી અનુસાશનનું બીજુ રૂપ હતાં પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. નવા સમયની સાથે આ પિતા હવે બાળકો માટે માત્ર કઠોર અનુસાશનની મૂર્તિ ન રહેતાં તેમના સારા મિત્ર બનીને સામે આવી રહ્યાં છે. સારી બાબત તે પણ છે કે પિતાની આ નવી ભૂમિકાનું સમાજમાં સ્વાગત થઈ રહ્યું છે.જો તમારે તમારા બાળકને સફળ બનાવવું હોય તો સૌ પ્રથમ તેમને તમારા દ્વારા સમજવાની જરૂરત છે. આધુનિક પિતા માને છે કે સમયની સાથે બાળકોથી કોઈ પણ પ્રકારની દૂરી ન હોવી જોઈએ. બદલતાં સમયમાં જ્યાં મિત્રો સાથે વાત કરવાનો સમય નથી હોતો ત્યાં પપ્પા એક મિત્રની સારી ભુમિકામાં જોવા મળી રહ્યાં છે. આજના પપ્પા પોતાના બાળકોની સાથે બેસીને તેમને ભણાવે છે, તેમની સાથે રમે પણ છે. ઘણાં મનોચિકિત્સકોનું કહેવું છે કે, અભિભાવકો કરતાં બાળકોનાં સારા મિત્રો બીજા કોઈ પણ ન હોઈ શકે.