જો બાળક અંગૂઠો ચૂસતુ હોય

પહેલી વાત તો એ કે આ આદતને શરૂઆતથી જ રોકવી જોઈએ. માતા-પિતાએ એ ધ્યાન રાખવુ જોઈએ કે તેમનુ બાળક આ આદતને અપનાવી ન લે. બાળકને સમય પર યોગ્ય પ્રમાણમાં ભોજન અને દૂધ પીવડાવતા રહેવુ જોઈએ. તેમના હાથમા કોઈ રમકડુ વગેરે આપીને તેને વ્યસ્ત કરી દો. બાળકને માતા-પિતાનો સાથ સમય સમય પર મળવો જોઈએ, જેથી તે એકલતા અને અસુરક્ષા ન અનુભવે. સાથે જ તેમને ભય પણ રહેશે કે તેઓ આવુ કરશે તો તેમને ફટકાર પડશે. કેટલાક માતાપિતા તો પોતાના બાળકને વ્યસ્ત રાખવા માટે જાણી-જોઈને તેના હાથમાં ચૂસણી પકડાવી દે છે, આ ચૂસણીની આદત જ અંગૂથા કે આંગળી ચૂસવાનુ રૂપ ધારણ કરી લે છે. જો બાળક આવુ કરે તો તેનો હાથ એકદમ ઝટકી ન નાખશો, આવુ કરવાથી બાળક જીદ્દી બની શકે છે. કેટલાક લોકો બાળકની આ આદત છોડવાવા માટે તેના હાથ પર લીમડાનુ તેલ, કે મરચુ લગાવી દે છે. આવુ કરવાથી બાળકને નુકશાન પહોંચી શકે છે. તે પોતાનો હાથ આંખમાં લગાવી શકે છે. જેનાથી બાળકમાં અપરાઘ ભાવ ઉત્પન્ન થઈ શકે છે અને તેના માનસિક વિકાસ પર અસર પડી શકે છે. જો બધા ઉપાયો અજમાવ્યા પછી પણ બાળક આદત ન છોડે તો કોઈ મનોચિકિત્સકની સલાહ લેવી જોઈએ.