સલાહ | લેખ | ઘરની શોભા | ચાઇલ્ડ કેર
મુખપૃષ્ઠ » વિવિધ » સૌંદર્ય » ચાઇલ્ડ કેર » સમજો તમારા બાળકની ભાષાને
Bookmark and Share Feedback Print
 

N.D
ઘરમાં નાના મહેમાનનુ આવવુ સૌથી વધુ ખુશી આપે છે આ મહેમાનના આવવાથી માતા-પિતાની જીંદગી યૂ ટર્ન લે છે. બાળકનું રડવું એ માતા-પિતાને સૌથી વધુ હેરાન કરે છે. પરંતુ તેનુ રડવુ એ તમને કંઈક કહે છે. જરૂર છે માત્ર તમારે તેને સમજવાની.

કેમ રડે છે બાળકો ? - રડવુ બાળકોની સ્વભાવિક પ્રક્રિયા છે. આ તેના તમારી સાથેના સંપર્કની એક રીત છે. તેના રડવાથી તમે સમજી જાવ કે તે ભૂખ્યો છે કે તેની નેપી ભીની હોય છે કે તેને કંઈક ખૂંચી રહ્યુ છે અથવા તેના કપડાં અસુવિદ્યાજનક છે. જ્યારે બાળક છ અઠવાડિયાનુ થાય છે તો તે વધુ રડવા માંડે છે. આ રીતે રડવાનો સમય તેનો ધીરે ધીરે ઓછો થાય છે.

બાળક તમને કંઈક કહેવા માંગે છે. - રડવાની સાથે સાતેહ તે પોતાના હાવ-ભાવથી કંઈક કહેવા માંગે છે. તમારે તેને સમજવાની કોશિશ કરવી જોઈએ - જેવી કે

- જો બાળક બગાસી લેતુ હોય, પોતાની મુઠ્ઠી વારંવાર પોતાની આંખો પર રાખતો હોય તો તે તમને બતાવી રહ્યો છે કે હવે તેને ઉંધ આવી રહી છે.

- જો બાળક વારંવાર મોઢુ ખોલતુ હોય તો સમજી લો કે તે ભૂખ્યુ છે.

- જો બાળક પોતાની આંખ ખોલે છે અને ઘણા હાથ-પગ ચલાવે છે તો તેનો મતલબ છે કે રમવા માંગે છે.

બાળકના મગજના વિકાસ માટે જરૂરી છે કે તમે તેને ખોળામાં લો, તેની સાથે રમો. માતાનુ પાસે હોવુ તેને વધુ ગમે છે. તેથી જ્યારે પણ તમે તેને કશુ કહો તો આંખોમાં આખો નાખે કહો. એક હસતો ચહેરો અને એક હૂંફાળો અવાજ તેને અનુભવ કરાવે છે કે એ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.
સંબંધિત જાણકારી શોધો