ડ્રોઈંગ રૂમની સજાવટ- 1

ડ્રોઈંગ રૂમ ઘરનું દર્પણ કહેવાય છે. આને જોઈને આખા ઘર અને તેમાં રહેનારી વ્યક્તિઓને ઓળખી શકાય છે. એક અવ્યવસ્થિત, ખરાબ અને જેમ તેમ વિખેરાઈ પડેલ સામાનથી ભરેલો ડ્રોઈંગ રૂમ મહેમાનો પર ખરાબ અસર પાડે છે. આનાથી ઉંધુ સુવ્યવસ્થિત અને સાફ-સફાઈવાળો ડ્રોઈંગ રૂમ જોઈને મહેમાનો તમારા પ્રત્યે પ્રભાવિત થયા વિના રહેતા નથી. ડ્રોઈંગ રૂમને સૌદર્ય અને કલાત્મકતાથી ભરેલો બનાવી રાખવા માટે કેટલીયે વાતોનું ધ્યાન રાખવું પડે છે. -
ડ્રોઈંગ રૂમનું ફર્નીચર હંમેશા આકર્ષક રાખો. આની ડિઝાઈન પરંપરાગત રાખો અથવા તો આધુનિક રાખો. ફર્નીચર હંમેશા ડ્રોઈંગ રૂમના માપનું જ ખરીદો. અને તેને એટલે સુધી જ સીમીત રાખો કે રૂમ થોડોક શણગારેલો લાગે અને તેની સફાઈ કરવામાં પણ અસુવિધા ન થાય. -
સોફાની ડિઝાઈન પણ ડ્રોઈંગ રૂમના આકારને અનુરૂપ રાખો. જો રૂમ વધારે મોટો હોય તો બે સોફા પણ લગાવી શકો છો. હેવી લુકવાળા સોફાની જગ્યાએ સામાન્ય લુકવાળા સોફા વધારે સારા લાગે છે. આમ તો આ દરેકની પસંદની વસ્તુ છે. આ એક વાતનું ધ્યાન રાખો કે તેને એવી રીતે ગોઠવો કે સોફાનો પાછળનો ભાગ દેખાઈ ન દે.